માર્ચ મહિનો એટલે બારમાસી મસાલા ભરવાની સીઝન ગૃહિણીઓ બાર માસી મસાલાની ખરીદી કરે છે. આપણા રોજીદા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા મસાલાનો ઉપયોગ કરાય છે. તેઓ ઔષધિય ગુણોથી ભરપૂર છે અને આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી બચાવે છે.
રાજકોટની બજારોમાં પણ ગ્રહિણીઓ દ્વારા મસાલાની ખરીદી શરૂ કરવામાં આવી છે. દરેક મસાલાનો આયુવેર્દીક દ્રષ્ટિએ જ ઉપયોગ થતો હોય છે તેવું ગ્રહિઓ કે ઘરના બધા જ વ્યક્તિઓ જાણતા હોતા નથી. તેની ગુણવતા અને સ્વાદ લતી મસાલામાં પણ અલગ અલગ જાત આવીતી હોય છે. મરચું ની વાત કરીએ તો સીંગલ રેશ્મ પટ્ટો, ડબલ રેશમ પટ્ટો, કાશમીરી, ઘોલર, તેમ મરચી આવતી હોય છે.
મરચું: જેમાં સીંગલ રેશમ પટ્ટો સૌથી તીખું હોય છે.
ડબલ રેશમ પટ્ટો મીડયમ તીખું હોય છે.
ઘોલર સાવ મોળુંહોય છે.
કાશ્મીરી કલર માટે હોય છે.
તેની મરચી તીખી હોય છે.
હાલ બજામાં ભાવની વાત કરીએ તો ડબલ રેશમ પટ્ટો રૂ.210, સીંગલ રેશમ પટ્ટો રૂ.150-200, ધોલર રૂ.250-300, કાશમીરી 400-500 છે. ગયા વર્ષ 180-200 મરચાનો ભાવ હતો.
લાલ મરચું માત્ર ખાવામાં જ તીખું નથી. પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભ દાયી હોય છે. કેહવામાં આવે છે કે લાલ મરચા લીલા મરચા કરતા પણ વધારે ગુણ હોય છે.
લાલ મરચામાં આર્યન, મેગ્રેશિયમ, કોપર, પોટોશેયમ, વિટામીન-સી, વિટામીન-બી, વિટામીન-કે અને વિટામીન-ઇ, વિટામીન બી કોમ્પ્લેક્ષ કે રો તીનોડની સાથે ફાઇબર પણ મળી આવે છે.
ફાયદા: કોલેરાના દર્દીઓ માટે લાલ મરચાનું પાણી ખૂબ ફાયદાકારક હોય છે.
બ્રિટેનમાં થયેલા એક રિસર્ચ અનુસાર, મરચું શરીરમાં કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે અને વજન ઘટાડે છે.
લાલ મરચાનું સેવન કરવાથી આંતરડા સંકોચવવાની સમસ્યા થતી નથી.
પીસેલુ લાલ મરચું, રકતવાહીઓમાં લોહીના થકકા બનવાથી રોકે છે અને તેનું સેવન હોર્ટ એટે કની સંભાવનાને ઓછી કરે છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે.
શોધકર્તાઓનું કહેવું છે કે લાંબા સમય સુધી તંદુરસ્ત લાઇફ જીવવા માંગો છો તો લાલ મરચું તમારે માટે ફાયદાકારી સાબિત થઇ શકે છે. લાલ મરચાની અંદર બીટા કેરોટીન અને વિટામીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જો તમે દિવસમાં બે ચમસી લાલ મરચાનું સેવન કરો છો તે તમારી ઇમ્યુનિટી સારી રાખે છે.
ધાણાજીરૂ: ઉનાળામાં ખૂબ છૂટથી વાપરવા જોઇએ એવા બે મસાલા છે-જીરૂં અને ધાણા આપણે ત્યાં આ બંન્ને મિકસ કરીને ધાણાજીરું બનાવવામાં આવે છે. ધાણાજીરું ઔષધની દ્રષ્ટિએ ઘણું જ ગણકારી છે. એન્ટિઓ કિસડેન્ટથી ભરપૂર એવા સૂકા ધાણા પોટેશિયમ મેગ્રેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામીન એ.સી અને કે થી ભરપૂર છે.
ધાણાની જાતની વાત કરીએ તો દેશી ધાણા, ઇન્દોરી ધાણા અને રાજસ્થાની ધાણા ઉપલબ્ધ છે. જેમાં (ભાવ)માં દેશી ધાણા રૂ.100, ઇન્દોરી ધાણા રૂ.150-160, રાજસ્થાની ધાણા રૂ.140-150 છે. જરૂની વાત કરીએ તો દેશી જીરૂ વધારે પસંદ કરવામાં આવે છે. જીરૂનો ભાવ 160-200 સુધી છે.
સૂંકા ધાણાથી થતા ફાયદા: પાચન અંગેની સમસ્યાઓ જેમ કે કબોજિયાત, અપચો, ગેસ અને એસિડિટીમાં ઉપયોગી
અશકિત અને લોહીની ઉણપ માટે ધાણા ખૂબ જ ઉપયોગી
એન્ટિ ઓફિસડેનટથી ભરપૂર રોગો સામે રક્ષણ પણ આપે છે.
કફ અને ફલૂ જેવી બીમારી ધાણા ખાવાથી દૂર થાય છે.
વાળને મજબૂત બનાવે છે.
ચામડીની તકલીફો દૂર કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ડાયાબિટીસ અને બ્લડપ્રેશનને ક્ધટ્રોલ કરવા માટે ખૂબ ફાયદા કારક નીવડે છે.
સ્ત્રીઓમાં થતા માસિક અનિયમિતતા અને વધુ રકતસ્ત્રાવ જેવા પ્રોબ્લેન્સ પણ દૂર કરે છે.
આ સિવાય પેરેલીસિસ, હાર્ટ પ્રોબ્લેમ જેવી સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે.
જીરૂં ખાવાના ફાયદાઓ: આર્યનથી ભરપૂર એવું જીરૂ એન્ટિ બે ટેરીયલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે અનિદ્રાની બીમારી દૂર કરે છે.
ડાયાબિટીસ થતા અટકાવે છે.
સ્કિનને લાગતાં પ્રોબ્લેન્સ દૂર કરે છે.
હળદર: ભારતમાં હળદરનો પ્રયોગ લગભગ દરેક ખાવામાં થાય છે હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી, તે આપણા સ્વાસ્થય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિમાં પણ હળદરનો ઉપયોગ થાય છે.
હળદરમાં (જાત)ની વાત કરીએ તો મૂળાની હળદર, કેસર, હળદર, કેસર સલમ હળદર વગેરે બજારમાં ઉપલબ્ધ છે.
મૂળાની હળદરનો ભાવ રૂ.120 આસપાસ છે કેસર હળદર રૂ.150 અને કેસર સલમ હળદર રૂ.170-180 છે.
હળદરના ફાયદા: હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશન, ખીલ, અનિચ્છનિય વાળ દૂર કરવામાં મદદ કરે છે.
જો ગર્ભાવસ્થા રમિયાન પેટ પર થયેલ સ્ટ્રેચ માકર્સને દૂર કરવા હળદરને દહીં સાથે મિકસ કરીને લગાવાથી સ્ટ્રેચ માકર્સ ધીમે ધીમે દૂર થાય છે.
હળદરમાં રહેલું ‘કયુરકયુમીન’ ડાયાબીટીસ મટાડવવામાં મદદરૂપ થાય છે.
હળદરથી ફાટેલી એડીઓને સરસ કરી શકાય છે.
હળદર ઘાવ, ઇજાઓ વગેરે જલ્દીથી ભરી દે છે.
બ્લડસકર્યુ લેશન બરાબર રહે છે.
રોગપ્રતિ ક્ષમતા વધે છે.
વજન ઘટાડવામાં સહાયક
દાંતની સમસ્યાને દૂર કરે
મગજને શાંત રાખે છે અને તાજગી આપે છે.
મસાલા બજારમાં ભાવ
- માર્કેટમાં મરચું પાઉડરનો ભાવ
- ડબલ રેશમ પટ્ટો રૂ.210,
- સીંગલ રેશમ પટ્ટો રૂ.150-200, ધોલર રૂ.250-300
- કાશમીરી 400-500
- ધાણાજીરૂનો ભાવ
- દેશી ધાણા રૂ.100
- ઇન્દોરી ધાણા રૂ.150-160
- રાજસ્થાની ધાણા રૂ.140-150 અને જીરૂનો ભાવ રૂ.160-200 સુધી છે.
હળદરનો ભાવ
મૂળાની હળદર ભાવ
- રૂ.120
- કેસર હળદર રૂ.150
- કેસર સલમ હળદર
- રૂ.170-180
ચાલુ વર્ષે મસાલાની પુષ્કળ આવક: જીતુભાઈ (શ્રીરામ મસાલા)
રાજકોટની બજારોમાં ગૃહિણીઓ દ્વારા મસાલાની ખરીદી શરૂ કરવામાં આવી છે. શ્રીરામ મસાલાના માલીક જીતુભાઈએ જણાવ્યું કે, આ વખતે લોકોએ મસાલાની ખરીદી વહેલી કરી રહ્યાં છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોનાનો ધ્યાનમાં રાખીને લોકોને સેનેટાઈઝર કરવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે પાક ઉત્પાદન વધારે છે. આ વખતે મરચાની પુષ્કળ આવક છે.
કોરોનાના કારણે મસાલાની ખરીદી વહેલી શરૂ થઈ: નિરવ ચૌહાણ (મહાવીર મસાલા)
મહાવીર મસાલા માર્કેટના માલિક નીરવ ચૌહાણે જણાવ્યું કે, લોકડાઉનમાં બધા ઘરે જ અવનવી રસોઈ બનાવતા હતા જેને કારણે મસાલા વહેલા પુરા થઈ ગયા છે. માટે આ વર્ષે મસાલાની ખરીદી વહેલી શરૂ થઈ ગઈ છે. જ્યારે ગૃહિણીઓ જાતે અથવા વડીલો સાથે મસાલાની ખરીદી કરી રહ્યાં હતા. કોરોનાને કારણે હળદરનો ભાવ વધારે જોવા મળ્યો છે.