કોરોના વાયરસની મહામારીનો સામનો કરતા કરતા એક વર્ષ પૂર્ણ થવા પર છે અને સરકાર દ્વારા નિયમિતરીતે કોરોના વાયરસની મહામારી કાબુમાં લેવા માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલ છે લોકડાઉન જેમ અનલોકમાં પણ કોરોના વાયરસની મહામારીમાં પોલીસ દ્વારા મક્કમતાથી પોતાની ફરજ બજવામાં આવી છે.
હાલમાં ફરી કોરોના વાયરસનો ફેલાવો વધવા પામેલ છે જે સમયે લોકજાગૃતી ફેલાવી લોકોને કોરોના વાયરસ બાબતે જાગૃત કરી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોના જાનમાલના રક્ષણની મહત્વની ફરજ સાથે કોરોના વાયરસની મહામારીથી બચવા અંગે જાગૃતી ફેલાવવાની પણ કામગીરી કરવામા આવી રહેલ છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજઅગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન 1 , નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-2 ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા અને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમો દ્વારા આજીડેમ ચોકડી તથા રવીવારી બજાર ખાતે જઇ ત્યા રાહદારી વ્યકિતઓ કે જેઓએ માસ્ક પહેરેલ નહોય તેઓને માસ્કનુ વિતરણ કરી તેઓને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના વાયરસ અંગેની માર્ગદર્શીકા બાબતે સમજ કરી હાલની પરીસ્થીતીમાં માસ્ક પહેરવુ ખુબજ જરૂરી છે જેથી કરી કોરોના વાયરસ ના સંક્રમણમાં આવેલ વ્યકિત સાથે સંપર્કમાં આવવાથી ચેપ લાગવાની સંભાવના ખુબજ ઓછી છે તેમજ પોતે તથા પોતાના પરિવાર જનોને ફરજયાત માસ્ક પહેરવા જણાવવામાં આવે તે બાબતે સમજાવી જાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવેલ છે
પોતે જાગૃત રહી માસ્ક પહેરી, વારમવાર સાબુથી હાથ ધોવા તથા જાહેર જગ્યામાં સોશીયલ ડીસ્ટન્સ જાળવી કોરોના વાયરસની મહામારીથી બચી શકે છે અને પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખી શકે છે જેથી સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવે છે.