સમગ્ર સમાજના તમામ વય તેમજ વર્ગના લોકોને યોગ તરફ વાળવાના હેતુથી ગુજરાત રાજય બોર્ડ નિયુકત કરેલા રાજકોટ જીલ્લાનાં યોગ કોચ અને યોગ ટ્રેનર્સ દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સ્થળો પર તા.21ના રવિવારથી નિશુલ્ક યોગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. યોગને જીવનની દિનચર્યામાં અપનાવીને શહેરીજનો તન મનથી સ્વસ્થ રહે જીવનમાં નિરોગી બનીરહે એ જ તેઓનો એક માત્ર ઉદેશ છે.
અમૃત મહોત્સવ 75ની ઉજવણક્ષ સમયે ગુજરાત રાજય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી ડો. પ્રકાશભાઈ ટીપરેનાં માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના પરીક્ષણ પ્રાપ્ત કરેલ રાજકોટ જીલ્લાનાં યોગ કોચના ટ્રેનર્સ દ્વારા એક સાથે 75 યોગ સાધકના વર્ગો શરૂ થયા છે.
ગુજરાત રાજય યોગ બોર્ડની યોગ કોચ પારૂલ દેસાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમૃત મહોત્સવ જે આજે ઉજવાય રહ્યો છે. એમાં રાજકોટને સ્વસ્થ બનાવવા 75 જેટલા નિ:શુલ્ક યોગ ક્ષેત્રની શરૂઆત કરવામા આવી છે. ડો. પ્રકાશ ટીપેલુના માર્ગદર્શન હેઠળ અમે સૌ એ આ બીડુ ઝડપ્યું અને માત્ર પાંચ જ દિવસમાં આકક્ષાં શરૂ કરવામાંસ ફળ થયા છે. એમના ટ્રેનર રીન્કુ બુધ્ધદેવ પણ આજથી સવારે 7 થી 8 યોગ કલાસ શરૂ કરવાનું નકકી કર્યું છે. બીજા ઘણા ટ્રેનરએ પણ યોગ કક્ષા શરૂ કર્યુ છે.