બિલખામાં એક વ્યક્તિએ કોરોના રસી લીધી હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અને આ રસી સામે અનેક સવાલો પણ ખડા થવા પામ્યા છે. તો ગામના સરપંચે જો કેસ વધશે તો અદાલતના દ્વાર ખખડાવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ભારત સરકાર દ્વારા કોરોનાની રસી આપવા અંગે જિલ્લામાં ઠેર ઠેર વેક્સિન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે બિલખાના એક નામાંકિત તબીબે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, ત્યાર બાદ આ તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ તૂટતો હોય તેવી ચર્ચાા બીલખામાં સંભળાઈ રહી છે અને ખરેખર આ રસી કામ કરતી નથી તો સરકારે રસી લેવા બાબતે જાહેરાતો ન કરવી જોઈએ અને રસી આવી ગયેલ છે એવું માનીને લોકોને લાપરવા બનાવવાનો ગંભીર ગુનો સરકાર દ્વારા આચરવામાં આવતોો હોય તેવા આક્ષેપો લોકોમાંથી ઉઠવા પામ્યા છે.

દરમ્યાન બિલખાના યુવા સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ હવે જો વધુ કેસો આવશે તો સરકાર સામે લોકોને કોરોના બાબતે લાપરવા કરવા જેવા ગંભીર ગુના કરવા સબબ ની હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.