કોરાનાએ ફરી વાર ફુફાળો મારતા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કફર્યુને કારણે એસટીના રાત્રીના લાંબા રૂટની બસ બંધ કરવામાં આવી છે.આ સિવાય કોરોનાનો કેસ ફરી વધતા લોકો દિવસમાં પણ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેને કારણે રાજકોટ એસટીની દૈનિક આવકમાં 3ટાડો નોંધાયો છે. હાલ રાજકોટ એસટીને રોજનું રૂ. 4 લાખનું નુકસાન થઈ રહ્યું છે.
સામાન્ય રીતે આ પહેલા જ્યારે રાત્રી કર્ફયુ હતો ત્યારે દિવસની બસમાં મુસાફરી માટે ધસારો રહેતો હતો. પરંતુ આ વખતે ઉલ્ટી પરિસ્થિતિ જોવા મળી છે. કેસની સંખ્યા વધતા હવે લોકો દિવસના પણ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.
આ સિવાય રાત્રી કર્ફયુને કારણે રાજકોટથી અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા એમ લાંબા રૂટ પર ચાલતી બસો ઉપડતી નથી. મોટા ભાગે દિવસની મુસાફરીમાં વધારો થતો હોય છે અને ટ્રાફિક પણ વધતો હોય છે. પરંતુ આ વખતે અવળી અસર દેખાય છે. ખાસ કરીને કોરોનાના ભયના કારણે છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દિવસની મુસાફરીમાં પણ ઘટાડો દેખાયો છે અને ટ્રાફિકમાં વધારો થવાના બદલે ઘટાડો થયો છે અને દૈનિક આવકમાં પણ રૂા.4 લાખ જેટલો ફટકો પડયો છે.