ઉત્તર રેલવેમાં પાંચ દિવસમાં બે મોટી રેલ દુર્ધટના કારણભૂત: સુત્રો

રેલવે બોર્ડના ચેરમેન પદેથી અશોક મિતલે રાજીનામું રેલમંત્રી સુરેશ પ્રભુને સોંપ્યું છે. પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે તેનો રેલમંત્રી સુરેશ પ્રભુ દ્વારા સ્વીકાર થયો છે કે નહીં રાજીનામા અંતર્ગત તેમણે પોતાના પદના રાજીનામામાં માટે વ્યકિતગત કારણો વ્યકત કર્યા છે.જયારે એવું માનવામાં આવી રહ્યું છે. છે કે ઉત્તર રેલવેમાં પાંચ દિવસમાં થયેલી બે મોટી રેલ દુર્ધટનાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે.ગત શનિવારના રોજ મુઝફફરનગરના ખતૌલી ખાતે ઉત્કલ એકસપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. આ ઘટનામાં ર૪ યાત્રિકોના મોત નિપજયા હતા. જયારે ૧૦૦ થી વધુ ઘાયલ થયા હતા. ત્યારે આ ઘટના રેલવે ટ્રેકમાં ક્રેક હોવાના કારણે ઘટીહતી. જયારે ગઇરાત્રે આઝમગઢથી દિલ્હી આવતી કૈફિયત એકસપ્રેસ પણ આજ રીતે પાટા પરથી ઉતરી જવા પામી હતી. જેમાં ૭૮ યાત્રિઓ ઘાયલ થયા હતા. અશોક મિતલ છેલ્લા ત્રણ વર્ષથી રેલવે બોર્ડના અઘ્યક્ષ છે ગત વર્ષે જ તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો હતો. પાંચ દિવસમાં બે મોટી રેલની દુર્ધટના ઘટતા ઉત્કલ એકસપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. જેના પગલે લોકોનો રોષ ભભૂકી ઉઠયો હોય તેમણે રાજીનામુ આપ્યું હશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.