મુખ્યમંત્રી રૂપાણીની સ્માર્ટ સિટી રાજકોટ માટેની શાનદાર ભેટ સમાન સાયન્સ સિટી-મ્યુઝિયમ પ્રોજેકટથી નાનાથી લઈ મોટેરાઓની તાલાવેલી સંતુષ્ટ થશે
શહેરની ભાગોળે પ્રાકૃતિ સૌંદર્યથી સમૃધ્ધ એવા ઈશ્ર્વરીયા પાર્ક ખાતે 10 એવા જમીનના વિશાળ ક્ષેત્રફળમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું નમુનેદાર આયોજન
ટૂંક સમયમાં રોબોટીક ગેલેરી, મશીન ગેલેરી, સિરામીક ગેલેરી, નોબલ ગેલેરી અને લાઈફ સ્ટાઈલ ગેલેરી તૈયાર થઈ જશે: ‘અબતક’ દ્વારા સાયન્સ સિટીનો 360 ડિગ્રીનો તસવીરી નજારો
પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મહાનગરપાલિકાના એમઓયુ થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી નસ્ત્રસ્માર્ટ સિટી રાજકોટને એકથી એક શાનદાર ભેંટ મળી રહી છે. ખાસ કરીને સાયન્સ સીટીની એવી ભેટ છે જે કશુંક નવું નવું જાણવાની બાળકોથી માંડીને મોટેરાઓની તાલાવેલી-ઉત્સૂક્તાને સંતુષ્ટ કરશે. વિજ્ઞાન હરહંમેશ અચરજ અને આકર્ષણનો વિષય બની રહેતો હોઈ આ અદભૂત પ્રોજેક્ટ માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમાંય ખાસ કરીને સાયન્સના છાત્રો માટે આશીર્વાદરૂપ બની રહેશે. ખાસ કરીને સાયન્સ સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિશે રૂપથી સાયન્સ મ્યુઝિયમ ઉપયોગી પૂરવાર થઇ શકશે. ઈશ્વરીયા નજીક આકાર લેતા સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં રોબોટિક ગેલેરી, મશીન ગેલેરી, સિરામિક ગેલેરી, નોબલ ગેલેરી અને લાઇફસ્ટાઇલ ગેલેરી તૈયાર થઈ જશે. આ નવનિર્મિત સાયન્સ સિટી અને મ્યુઝિયમની 360 ડિગ્રી તસવીર ‘અબતક’ના ડ્રોન કેમેરા દ્વારા લેવાઇ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારશ્રીના સતત સહયોગ સાથે આગળ ધપી રહેલી રાજકોટની વિકાસયાત્રા બદલ રાજકોટના મહાનુભાવો અનેક વખત આભારની લાગણી પ્રગટ કરી ચુક્યા છે. સાયન્સ મ્યુઝિયમ એન્ડ સિટી પ્રોજેક્ટ પ્રોજેક્ટથી રાજકોટ શહેરની નસ્ત્રસ્માર્ટ સિટી નસ્ત્રની કલ્પના ખરેખર સાકાર થવા જઈ રહી છે.
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ માટે અત્યંત ગૌરવપૂર્ણ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં એક એમ.ઓ.યુ. પણ કરવામાં આવનાર છે. અત્યારે સાયન્સ સિટીના નિર્માણનું કામ પુરઝડપે ચાલી રહ્યું છે. જે નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક નવલું નઝરાણું બની રહેશે. રાજકોટની અવનવી ભૌતિક સુવિધાઓમાં વધારો કરનાર ઈશ્વરીયા પાર્ક સ્થિત આ સૂચિત સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થયા બાદ આ સમગ્ર સંકુલના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે એક એમ.ઓ.યુ. (સમજુતી કરાર) કરવામાં આવશે.
રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટની ભાગોળે પ્રાકૃતિક સૌંદર્યથી ખુબ જ સમૃદ્ધ એવા ઈશ્વરીયા પાર્ક ખાતે આશરે 10 એકર જમીનના વિશાળ ક્ષેત્રફળમાં અંદાજે રૂ. 78 કરોડના ખર્ચે લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું નમૂનેદાર અને અદભૂત સાયન્સ મ્યુઝિયમ બનાવવાની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી રાજકોટની પ્રતિષ્ઠામાં જબ્બર વધારો કરશે. શિક્ષણની સાથોસાથ સૌરાષ્ટ્રના લોકો માટે હરવા ફરવાના એક નવા રોમાંચક સ્થળની ઉપલબ્ધિની સાથોસાથ તેઓના જ્ઞાન અને માહિતીમાં વધારો પણ થઇ શકશે. અધ્યત્તન સરકયુલર ડીઝાઈન ધરાવતા આ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમમાં રોબોટીક્સ ગેલેરી, થ્રી-ડી, સેન્ટ્રલ કોટ, લાઈબ્રેરી, આઈમેક્સ થિયેટર, લાઈટ્સ સાયન્સ, નોબેલ પ્રાઈઝ ફિઝિક્સ, સહિતની અનેક સુવિધાઓ અને આકર્ષણો તેમાં ઉપલબ્ધ હશે.