ઘણા લોકો નિયમિત‚પે તમાલપત્રનો ઉપયોગ રસોઇમાં કરે છે. કરિયાણાની દુકાને પણ આસાનીથી તમાલપત્ર મળી જાય છે. આ સુકાવેલા પાન મોટા ભાગે વઘાર કે ઉકાળતી વખતે ઉપયોગમાં લેવાય છે. તેને કારણે ભોજનમાં એક વિશિષ્ટ સ્વાદ અને સુંગધ આવે છે.
– શું તમે જાણો છો કે તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. એટલું જ નહિ, ઘરમાં તમે તમાલપત્રનો ધૂમાડો કરશો તો પણ તમને થોડા દિવસોમાં જ તેના ચમત્કારિક ફાયદાઓ જોવા મળશે, જે આ પ્રમાણે છે….
માનસિક તાણ ઓછો કરે છે :
– ટેન્શન હળવુ કરવામાં, એન્ઝાઇટી કે વ્યગ્રતા ઘટાડવામાં તમાલપત્રનો ધુમાડો મદદ‚પ છે. તે શરીરનો થાક કરી દે છે.
– તમાલપત્રમાં સિનીયોલ, પિનેને, એલિમિસિન જેવા તત્વો છે.
– આ તત્વોને જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઉર્જા આપે છે. અને સ્ટ્રેસ ઓછો કરે છે. આ કેમિકલ હવામાં ભળે અને તેમને શ્ર્વાસમાં લેવામાં આવે ત્યારે માનસિક તણાવ સાવ ઓછો થઇ જાય છે.
કેવી રીતે કરશો ધુમાડો :
– તમાલપત્રના ધુમાડાના અનેક ફાયદા હોવાને કારણે ઘરે નિયમિત તમાલપત્રનો ધુમાડો કરવો જોઇએ.
– આ ધુમાડો કરવા માટે સુકુ તમાલપત્ર લો. આ પાનનો એક છેડો સળગાવો અને તેને ધાતુની એક પ્લેટ કે ગ્લાસ ડિશ કે પછી ફાયર-પ્રુફ વાસણમાં મુકી દો. ધીર-ધીરે વાતાવરણ તેના ધુમાડાથી ભરાઇ જશે.
હદ્ય તંદુરસ્ત રાખે છે :
– હદ્ય તંદુરસ્ત રાખવા માટે પણ તમાલપત્ર ખૂબ જ મદદરૂપ છે. તેમાં ફકેઇડ એસિડ ભરપુર માત્રામાં રહેલું હોય છે. જે હદ્ય અને ધમનીઓને મજબુત બનાવે છે.
– કેફેઇક એસિડ લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં પણ મદદરૂપ બને