ફાગળ શુદ સાતમને રવિવાર તારીખ 21-3-21ના રોજ સવારે 7.11 કલાકેથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકમાં શુભ કાર્યોને બ્રેક લગશે. પરંતુ હોળાષ્ટકમા પણ જય, પાઠ, તપ, પુજા, કથા સારૂ ફળ આપે છે.
ભકત પ્રહલાદને મારવા માટેની તૈયારી હોળીના આઠ દિવસ અગાઉ કરવામાં આવેલી. આથી આ દિવસો હોળાષ્ટક કહેવાય છે.
આ વર્ષ ફાગણ શુદ પુનમને રવિવાર તા.28-3-21ના દિવસે અમૃતસિદ્ધિ યોગમા હોળીકા ઉત્સવ ઉજવાશે.
આ દિવસે સવારથી 5.36થી 6.42 સુધી અમૃત સિદ્ધિ યોગ છે અને રવિવારે રાત્રે 12.18 કલાકે હોળાષ્ટક પુરા થશે.
અમૃત સિદ્ધિ યોગ હોવાના કારણે આ વર્ષે હોળીનુ મહત્વ વધી જશે. ખાસ કરીને હોળીના તાપમા શરીરની બધી જ બીમારીઓ નાશ પામે છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
હોળીના દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવું, સવારનાં કુળદેવીનું પૂજન કરવું, મહાદેવજીનું પૂજન કરવું, હોળીના દિવસે સાંજના સમયે કુળદેવીના જપ કરવાથી મુશીબતો દૂર થાય છે.
હોળીના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા સુન્દરકાંડના પાઠ કરવા હનુમાનજીની પૂજા કરવી તથા ભૈરવદાદાની પૂજા કરવાથી આખુ વર્ષ શાંતિથી પસાર થશે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશ, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમી અને દારૂણરાત્રી એટલે હોળીની રાત આમ હોળીની રાત્રીના અને દિવસના પૂજા ઉપાસના બહુ ફળદાઈ બને છે. હોળીની રાત વર્ષની ચાર મુખ્ય રાતમાં ગણાય છે. રાત્રે હોળી પ્રગટે એટલે હોળીનું પૂજન કરવું.
સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો. આજના દિવસે મારા શરીરની બાધાઓ દૂર થાય અને આરોગ્યની પ્રાપ્તિ થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું, અબીલ-ગુલાલ-કંકુ, છાંટવા, ખજુર, ધાણી પધરાવા, ધર્મ સિંધુ ગ્રથ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરી શકાય છે. આમ પદક્ષિણા ફરી ક્ષમાયાચના માગવી.
ધન, મકર, કુંભ રાશીના લોકોને શરીની સાડાસાતી ચાલે તથા તુલા, મિથુન રાશીના લોકોને નાની પનોતી ચાલે છે આથી હોળીના દિવસે તેવોએ હનુમાન ઉપાસના પુજા પાઠ કરવાથી રાહત મળશે. તેમ શાસ્ત્રી રાજદિપભાઇ જોષીની યાદીમાં જણાવ્યું છે.