ચોટીલા શહેરમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને પડતી હાલાકી દૂર કરવા માટે બેંક મેનેજર દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર અપાયુ હતું.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં કેશ બારી ફકત એક જ હોવાથી ભારે ભીડ થઇ રહી હોવાથી લોકો ઉપર કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેથી સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે અને ગ્રાહકોની ભીડ ઓછી થાયએ માટે બીજી બારી ચાલુ કરવા માંગ કરી છે.બીજી તરફ એ.ટી.એમ.કેશ કલેકશન મશીન બેંકની બહાર મુકવાના બદલે બેંકની અંદર રાખેલુ હોવાથી બેંકના સમયે જ ગ્રાહકો ઉપયોગ કરી શકે છે પરંતુ ગ્રાહકોને ગમે તે સમયે ઉપયોગ કરવો હોય તો કરી શકતા નથી માટે તાત્કાલીક બેંકની બહાર આવેલી બેંકની જગ્યાએ મશીન મુકવા સાથે બેંકનુ ઇન્વર્ટર શરૂ કરવાની પણ માંગ કરી છે. જેથી લાઇટ જાય તો ગ્રાહકોની કામગીરી બંધ ન થાય. બેંક ઓફ ઇન્ડિયામાં પડતી ગ્રાહકોની હાલાકી દૂર થાયએ માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે.
કોરોના મહામારીમાં બેંક ઓફ ઈન્ડિયામાં કેસ બારી એક જ હોવાથી લોકોને કોરોનાનું સંક્રમણ લાગી જાય તેવી દહેશત સેવાતી હોવાથી રજુઆત કરાઈ છે.