ગાંધીનગર એફએસએલની ટીમે અફીણ હોવાનો અભિપ્રાય આપ્યો: બે રાજસ્થાની સહિત ત્રણની શોધખોળ
પદ્યુમન પાર્કથી ભીચરી તરફ જતા માર્ગ પરથી પાંચેક દિવસ પહેલાં માદક પદાર્થ સાથે ત્રણ શખ્સોને ઝડપી માદક પદાર્થ અંગે એફએસએલમાં પુથ્થકરણ માટે મોકલવામાં આવતા ગાંધીનગર એફએસએલની ટીમે માદક પદાર્થ અફિણ હોવાનો અભિપ્રાય આપતા એસઓજીએ બે રાજસ્થાની અને એક અમદાવાદના શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પઆપ્ત વિગત મુજબ પદ્યમુન પાર્કથી ભીચરી તરફ જતા માર્ગ પરથી ગત તા.13મી માર્ચે જી.જે.1ઇટી. 450 નંબરનો બોલેરો પીકઅપ વાહનને બાતમીના આધારે અટકાવી એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ અને પી.એસ.આઇ. એમ.એસ. અન્સારી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, મહંમદ અઝરૂદીન બુખારી, ઝહીર ખફીફ અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો.
બોલેરોમાંથી આશરે 393 ગ્રામ તિવ્ર વાસવાળો માદક પદાર્થ મળી આવતા પોલીસે ક્બ્જે કરી ગાંધીનગર એફએસએલમાં પુથ્થકરણ માટે મોકલ્યો હતો. એસએસએલ દ્વારા તપાસ કરી માદક પદાર્થ અફિણ હોવાનો અભિપ્રાય આપતા પોલીસે રૂા.9825ની કિંમતના 393 ગ્રામ અફિણની હેરાફેરી કરવા અંગેનો રાજસ્થાનના સુમેરપુરના વતની અને અમદાવાદ ચાંદોડીયા વિસ્તારમાં રહેતા લાખારામ નવારામ દેવાસી, રાજસ્થાનના પાલી જિલ્લાના વેલાર ગામના મોડારામ હીરારામ રબારી અને કશનારામ હીરારામ રબારી સામે એનડીપીએસ અંગે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથધરી છે.