સામાગ્રી : –
- ૨૦૦ ગ્રામ બાસમતી ચોખા
- ૫૦ ગ્રામ મગ દાળ
- ૫૦ ગ્રામ વટાણા
- ૨ ગાજરનું છીણ
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧ ચમચી જીરૂ પાઉડર
- ૨ તમાલપત્ર
- ૨ તજના ટુકડા
- ૨-૩ ઇલાયચીના દાણા
- ૭-૮ ચમચી ઘી
- ૧૦ ગ્રામ કાળા મરી
- ૧ ચમચી હળદર
- મીઠુ સ્વાદ અનુસાર
- પનીર
રીત :-
સૌપ્રથમ સામગ્રીમાં આપેલી દાળને ધોઇને સુકવી દો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમા બધા સમારેલા શાકભાજી નાખો તેમા મીઠુ, ધાણાજી‚, મરી, આદુની પેસ્ટ નાંખીને તેને ૫ મિનિટ સુધી ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં ધોયેલી દાળ અને ચોખા નાખી તેમા પનીરના ટુકડા નાખી હવે બે કપ પાણી નાખીને ઉકળવા દો. ધ્યાન રાખો ખીચડી બળે નહી. જ્યારે દાળ અને ચોખા ગળી જાય એટલે ગેસ બંધ કરી દો સર્વિગ બાઉલમાં ખીંચડી કાઢો ત્યારે તેની પર માખણ નાખો. પનીર છીણીને અને કોથમીર વડે ગાર્નિશ કરો તૈયાર છે. પનીર મસાલા ખીચડી…