સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે તા.21 થી 26 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધાનું આયોજન થયું છે.
ભારતીય યુવાનો ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે. રમતોની યાદીમાં જોઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વિશ્વના નકશા પર વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાર પામ્યું છે. ત્યારે આ ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.
અમદાવાદ પશ્ર્ચિમ સાંસદ – ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે 42માં સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા.21/3 થી તા 26/3 દરમિયાન યોજાનાર છે. જેમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે. 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનું તા.21/3ના સાંજે 5 કલાકે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ કેવડિયા ખાતે ઉદ્ઘાટન પ્રોટોમ સ્પીકર ડો.કિરીટભાઈ સોલંકી પ્રોટોમ સ્પીકર લોકસભા કરશે આ પ્રસંગે શબ્દ શરણભાઈ તડવી (પુર્વ મંત્રી ) ડો.મહેશભાઈ નાયક (ડીઆઈજી આર્મ્સ યુનિટ વડોદરા) જિલ્લા કલેક્ટર નર્મદા, જિલ્લા પોલીસ અધિક્ષક નર્મદા, ઘનશ્યામભાઈ પટેલ (જિલ્લા ભાજપ પ્રમુખ નર્મદા જિલ્લા) વગેરે ઉપસ્થિત રહેશે.ગુજરાત મહિલા ફુટબોલ એસોસિએશનના પ્રમુખ અરુણકુમાર સાધુ , મહામંત્રી ટીનાક્રિષ્ના દાસ સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કાર્ય સંભાળી રહ્યા છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.