દરેક મોબાઈલ કંપની પોતાના યુઝર્સ વધારવા માટે અલગ-અલગ તુક્કાઓ અપનાવતી હોય છે. એવો સમય પણ હતો, જ્યારે કોઈ ટેલિકોમ કંપની મોબાઇલ ફોનના નવા યુઝર્સ ઉમેરવાની સંખ્યામાં Jioને હરાવી શકતી ન હતી. પણ હવે Jioનો જાદુ ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. TRAI દ્વારા બહાર પાડવામાં આવેલ માસિક સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, Airtelએ જાન્યુઆરી 2021માં સૌથી વધુ નવા યુઝર્સ ઉમેર્યા છે. જ્યારે રિલાયન્સ Jioને ફક્ત 19 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. Vodafone-Ideaએ 17 લાખ અને બીએસએનએલને 8 લાખ નવા ગ્રાહકો મળ્યા છે.
રિલાયન્સ Jioઆ બાબતે હજુ પણ ટોપ પર
TRAI રિપોર્ટ અનુસાર વાયરલેસ યુઝર્સની યાદીમાં Jioનો હિસ્સો 35.30% છે. Airtelએ આ લીસ્ટમાં પાછળ છે, માર્કેટમાં એરટેલના વાયરલેસ યુઝર્સની સંખ્યા 29.62 ટકા છે. તો Vodafone-Idea 24.58 ટકા સાથે ત્રીજા નંબરે પર અને BSNL 10.21 ટકા સાથે ચોથા નંબપ પર છે.
15 મહિનામાં પ્રથમ વખત 1.7 મિલિયન યુઝર્સ Vodafone-Ideaમાં જોડાયાં
TRAI નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સ્ટ્રગલિંગ ટેલ્કો Vodafone-Idea(VI)માં 15 મહિનામાં પ્રથમ વખત 1.7 મિલિયન વાયરલેસ નેટવર્ક યુઝર્સ જોડાયાં છે. Vodafone-Ideaએ હરિયાણા, કેરળ, સાંસદ અને યુપીમાં પોતાના નવા ગ્રાહકો જોડાયા છે.
બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં પણ વધારો
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી (TRAI)એ દ્વારા બુધવારે જાણવા મળ્યું હતું કે, ડિસેમ્બરના અંતમાં બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા. 74.7474 કરોડ હતી. જે જાન્યુઆરીના અંતમાં વધીને 75.76 કરોડ થઈ છે.
મોબાઈલ નંબર પોર્ટની કરનાર લોકોની સંખ્યામાં થયો વધારો
TRAIના આ રિપોર્ટમાં મોબાઇલ નંબર પોર્ટેબલિટી (એમએનપી)ને લઈને વાત જાણવા મળી છે કે,જાન્યુઆરીમાં ફક્ત 76.3 લાખ લોકોએ એમ.એન.પી. માટે અરજી કરી હતી જે બતાવે છે કે લોકો તેમની ટેલિકોમ કંપનીની સેવાથી ખુશ નથી.