પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપાથી ભાટીયા સુધીના રેલ ટ્રેક પર વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં જ આ રૂટ પર ઈલેકટ્રીક ટ્રેન દોડતી થઈ જશે તેમ રેલવેએ જણાવ્યું છે.
વર્ષોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો રેલ્વે ટ્રેકનું વિધુતીકરણની રાહ જોતો હતો. જેથી હવે આ બંને જીલ્લાની આતુરતાનો અંત આવ્યો છે. હવે અન્ય મેગા સિટીની માફક હાપા થી ભાટિયા સુધીની રેલ્વે તરકે ઉપર ઇલેક્ટ્રિક વિધુત સપ્લાય સાથેની ટ્રેનદોડશે.રાજકોટ પશ્વિમ વિભાગ હેઠળ હાપાથી જામનગર થઇ કાનાલુસ સિક્કા, ભાટિયા સુધીનું રેલ્વે ટ્રેક નું વિધુતકરણ કરવામાં આવ્યું છે. આ વિધુતકરણ તા. 17-3થી ઇલેક્ટ્રિક લાઈવ રેલ્વે થશે જેથી રેલ્વે ટ્રેકની આસપાસ પસાર થતા લોકોને રેલ્વે વિભાગ દ્રારા સાવચેતી અંગે સૂચનાઓ જાહેર કરી છે. પશ્ર્ચિમ રેલ્વે રાજકોટ ડીવીઝનના હાપા લાઈન્સ ભાટિયા સહીત જામનગર (સહીત) વિન્ડમીલ, કાનલુસ, સિક્કા સેક્શન પર રેલ્વે લાઈન અને પરીસરોના તમામ ઉપભોગકર્તાઓને જણાવ્યું છે કે ઓવરહેડ ટ્રેકશન વાયરનું 25 કેવીએસી પર ટા. 17-3-2021 થી અથવા તો પછી વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે આ તારીખથી જ ઓવરહેડ ત્રેક્ષણ લાઈન તમામ સમયે લાઈન તરીકે ચાલશે તેથી કોઈપણ અન્ધીકુત વ્યક્તિએ ઉક્ત ઓવરહેડ લાઈનની નજીકમાં અવ્વવું નહી કે કોઈ કાર્ય કરવું નહી. તેમ ઉપ મુખ્ય ઇલેક્ટ્રિકલ એન્જીનીયર રેલ્વે (રાજકોટ વિભાગ)એ જાહેર કર્યું છે.