નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનની જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો નોંધાયો છે. જેને પગલે આજે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા રાજકોટ દોડી આવ્યા છે અને તાકીદે જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. રાજકોટ જિલ્લામાં કોરોના થોડો બ્રેક લીધા બાદ હવે ફરી એક્ટિવ મોડમાં આવી ગયો છે. જેને કારણે કલેકટર તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. કોરોના નિયંત્રણ માટે જિલ્લામાં નોડલ ઓફિસર તરીકે કાર્યરત ડો. રાહુલ ગુપ્તા આજે ફરી રાજકોટ આવ્યા છે. અહીં આવતા વેંત તેઓએ જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે મળીને જિલ્લાભરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.