થોડા સમયનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથુ ઉંચકતા દેશભરમાં હાહાકાર મચી રહ્યો છે. છેલ્લા એક માસથી કેસમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 35,886 કેસ નોંધાયા છે જે છેલ્લા 100 દિવસમાં સૌથી વધુ કેસનો આંકડો છે. એમાં પણ મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી બનતી જઈરહી છે.
દેશનાં કુલકેસનાં60 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે જેના લીધે ગુજરાત પર વધુ ખતરો ઉભો થયો છે. દરરોજ 30 ટકાની રફતારે મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત 1122 કેસની સાથે ચોથા નંબરે છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. 172 લોકોનાં મોત થયા છે.