સુખડી માટે  એડવાન્સ રકમ ચૂકવતા પરિપત્રનો ઉલાળીયો

સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના મારફત નાના બાળકોમાં પોષણનું સ્તર ઉચ્ચું આવે અને કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારી યોજના ખુબજ સારા હેતુ સાથે બહાર પડતી હોય પણ અધિકારીઓની અણઆવડત અને વહીવટીજ્ઞાનનાં અભાવે આવી યોજના ઉપર પાણી ફરી રહ્યું છે. રાજયકક્ષાનાઉચ્ચ અધિકારીઓ ગમે તેટલા ઉજાગરા કરે પણ છેવાડના કર્મચારીઓને જરા સરખો પણ વિચાર નથી કે તેઓ સરકારને અને વિભાગને નુકસાન પહોચે તેવું કૃત્ય કરી રહ્યા છે.

હાલ કોરોના મહામારીને કારણે આંગણવાડી કેન્દ્ર પર બાળકોને બોલાવવામાં આવતા નથી પરંતુ બાળકોને પોષણ મળે તેવા ખુબજ સરસ ઉમદા હેતુથી દર ગુરુવારે એક કિલો પૌષ્ટિક સુખડી પ્રત્યેક બાળકોને ઘર સુધી પહોંચતી કરવામાં આવી રહેલ છે.

સુખડી માટે જરૂરી ગોળ, સીંગદાણા, ચણાનો લોટ અને ગેસ માટેના ખર્ચની 5.10 પૈસાની મર્યાદા સરકારના એક પરિપત્રમાં નક્કી થયેલ છે અને તે ખરેખર થયેલ ખર્ચ ચુકવવાની સ્પષ્ટતા  પણ આ પરિપત્રમાં થયેલ હોવા છતાં જે તે સમયે 3.30 પૈસાજ ચૂકવવામાં આવતો હોવાની ખુબજ ઉગ્ર રજુઆત થયેલ. આંગણવાડી વર્કર બહેનોને આશા હતી કે હવે સુખડી માટે પૂરતી રકમ મળશે, પરંતુ કોઈ કારણોસર અધિકારી દ્વારા જે રકમ મળતી હતી તે પણ આજ દિવસ સુધી આપેલ નથી. છેલ્લા પાંચ મહિના એટલે કે ઓક્ટોમ્બર થી ફેબ્રુઆરી સુધીની રકમ મળેલ નથી. સરકારી પરિપત્રનો ઉલળીયો કરી આ સંકલીત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીમાં કોણ પોતાની મનમાની કોણ ચલાવે છે એ પણ અહીં એક સવાલ છે?

જ્યારે સુખડી માટે એડવાન્સ રકમ આપવાની થતી હોવાનો સરકાર દ્વારા પરિપત્ર હોવા છતાં પાંચ પાંચ મહિના સુધી માનદ વેતનથી ફરજ બજાવતા આંગણવાડી વર્કર બહેનોના હજારો રૂપિયા ચુકવવામાં આવતા નથી. ખરેખર એક અંદાજ જોઈએ તો અંદાજીત 50 લાખ કરતા પણ વધુ રકમ આ બહેનોને પોતાના રોકવાની ફરજ પડેલ છે.

એક તરફ આંગણવાડી વર્કર બહેનોમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, આ બિલો રોકવા પાછળ કોઈ અધિકારીને ટકાવારી મળી ન હોય તેવું કોઈ કારણ હોય શકે! તેમજ માર્ચ મહિનો હોય સરકાર પાસે રૂપિયા નહિ હોય એટલે જ કદાચ આ બિલો રોકવામાં આવ્યા હોય શકે! આવા તર્કવિતર્ક અનેક સવાલો ઊઠી રહ્યા છે?  આંગણવાડી કેન્દ્રમાં મંગળદીવસની ઉજવણી કરવામાં આવે છે અને આ માટે થતા ખર્ચ માટે નિયત કરેલ રકમ પણ ચુકવવામાં આવતી હતી પરંતુ અહીં અવાર નવાર બદલતા અને નવા આવેલા સંકલીત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ગંભીરતા લીધા વગર ઘણા સમયથી મંગળ દિવસની ઉજવણી માટેની રકમ પણ ચૂકવેલ નથી.

આંગણવાડી કેન્દ્રમાં સુખડી માટે સિંગતેલની પણ સ્થાનિક ખરીદી કરવાની થતી અને તેની મોટી રકમ પણ હજુ સુધી ચુકવવામાં આવેલ નથી.

આંગણવાડી વર્કર બહેનોને સમયસર નાણાં મળતા ન હોવાથી ઉછીના રૂપિયા મેળવી ગાડું ચલાવવાની ફરજ પડી રહી છે અને નિદ્રાવસ્થા રહેલ તંત્રને આ બાબતે જરા પણ પડી નથી.જો કે અંગત વર્તુળમાંથી મળેલ માહિતી મુજબ આ કચેરીમાં ફરજ બજાવતા કલાર્કની કોઈ કારણોસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવેલ અને ત્યારબાદ આ ક્લાર્ક લાંબી રજા પર જતાં રહ્યા હોવાના કારણે અને બદલી મોકૂફ થયા બાદ ફરી હાજર થયા બાદ પણ જરૂરી આ બિલોનો નિકાલ ન થયો હોવાની પણ એક માહિતી મળી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.