ઉનામાં પાચીબેન ચારણીયા અને ગિર ગઢડામાં વિલાશબેન ગજેરા પ્રમુખ બન્યા
ઉના તાલુકા પંચાયત તેમજ ગિરગઢડા તાલુકા પંચાયતનામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ઉના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાચીબેન સામતભાઈ ચારણીયાના નામની પસંદગી કરવામાં આવી અને ઉપ-પ્રમુખ તરીકે સવિતાબેન પાલાભાઈ વાળાની વરણી કરવામાં આવી જ્યારે ગિરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિલાશબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ પદે પ્રભાબેન કીડેચાની વરણી કરવામાં આવી હતી આ તકે પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ તેમજ જીલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા આ રીતે ઉના તાલુકા પંચાયતનો સંપૂર્ણ કારોબાર બંને મહિલાઓ સંભાળશે પાચી બેન ચારણીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ એવા સામતભાઈ ચારણીયા ના ધર્મપત્ની છે એ રીતે સામતભાઈ ચારણીયા ઉના તાલુકામાં રાજકીય રીતે સારી નામના ધરાવતા વ્યક્તિ છે તેમજ નાના સમઢીયાળાના સીટના વિલાશબેન ગજેરા પણ ખુબ સક્ષમ અને કુશળ નેતૃત્વ ધરાવનાર ઘનશ્યામભાઈ ના ધર્મપત્ની છે સાથે ભાજપના કાર્યકર વજુભાઇ કીડેચાના ધર્મપત્ની પ્રભાબેન કીડેચા જેવોનું ગિરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી ત્યારે વિધાનસભા તાલુકા પંચાયતમાં મહિલાનો દબદબો જોવા મળ્યો.