અગરીયાઓને લીઝ સ્વરૂપે આપેલ જમીનો ખાલી કરાવવાની નોટિસોને બદલે રીન્યુ કરી દેવા માંગ
રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વીવીધ પ્રશ્નો વિધાનસભા સત્ર દરમિયાન વીધાનસભા મા રજૂ કરવા સાથે પુરા કરવાની માગણી કરી હતી.
આજે વિધાનસભા સત્ર દરમ્યાન ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા પોતાના મતવિસ્તારના રામપરા, ઉચૈયા, ભેરાઈ ગામના ખેડૂતો પાસેથી સરકારએ અંદાજે 25 વર્ષ પહેલાં પરાણે 800 એકર જમીન એક હજાર મેગાવોટ પાવર ઉત્પાદન કરવા “ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ” માટે સંપાદિત કરી હતી તે જમીન નો આજદિન સુધી ઉપયોગ કરેલ નથી માટે કાં તો આ જમીન ખેડૂતો ને પરત આપો અથવા તો આ બજેટ માં સરકારએ પીપાવાવ વિસ્તાર માં ૠઈંઉઈ બનાવવા માટે આયોજન કર્યું છે તો આ જમીન માં ૠઈંઉઈ બનાવવા ઉપયોગ કરે તેવી માંગ કરી હતી.
સાથે સાથે મીઠું પકવતા નાના આગરિયાઓ ઓના પ્રશ્ન એ પણ વિધાનસભામાં રજૂઆત કરવામાં આવેલ છે કે મીઠું પકવતા નાના અગરિયાઓના પાસે 2 એકર થી 20 એકર જમીન લીઝ સ્વરૂપે છે તેને એ જમીનો ખાલી કરાવવા નોટિસો આપવાને બદલે રીન્યુ કરી આપવી જોઈએ તેવી ચર્ચા કરી.
સાથે સાથે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર માં હક્કપત્રક (નમૂના નંબર 6) માં સ્કેન કરેલી કોમ્પ્યુટરાઈઝ કોપી વાંચી ન શકાય એવી સ્થિતિ છે માટે ફરી વખત આવી કોપી સ્કેન કરી અપલોડ કરવા માટે માંગણી કરી જેથી ખેડૂતો ના સમય અને પૈસા નો વ્યય ના થાય. અમરીશભાઈ ડેર દ્વારા મહેસુલ મંત્રીનો આભાર માનેલ કારણ કે જેમણે ઉપરોક્ત બાબત ની ગંભીરતાથી નોંધ લીધી હતી.