જાહેર હરરાજીમાં 67 આસામીઓએ ભાગ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલી આવાસ યોજના સ્માર્ટ ઘર-2 અને સ્માર્ટ ઘર-3માં બનાવવામાં આવેલી 38 દુકાનોની આજે સવારે જાહેર હરરાજી હાથ ધરવામાં આવી હતી. જે સફળ રહી છે. તમામ 38 દુકાનોનું વેંચાણ થતાં મહાપાલિકાની રૂા.8.50 કરોડની આવક થવા પામીની જાહેરાત મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, સમાર્ટ ઘર-2 અને 3ની 38 દુકાનોની જાહેર હરરાજી આજે સવારે હાથ ધરાઈ હતી. જેમાં 67 અરજદારોએ ભાગ લીધો હતો.
ભાગ લેનાર તમામ પાસેથી 1 લાખ રોકડા અથવા બેંકનો ડિમાન્ડ ડ્રાફટ લેવામાં આવ્યો હતો જે હરારાજી પૂર્ણ થયા બાદ ફરત કરવામાં આવ્યો હતો. આ 38 દુકાનોનું ક્ષેત્રફળ 11.89 ચો.મી.થી લઈ 21.21 ચો.મી. સુધીનું હતું અને દુકાનોની અપસેટ કિંમત 9.80 લાખથી લઈ રૂા.20.20 લાખ સુધી રાખવામાં આવી હતી. તમામ દુકાનોનું સફળતાપૂર્વક વેંચાણ થતાં મહાપાલિકાની રૂા.8.50 કરોડની આવક થવા પામી છે.