સુરત, વાપી તથા ધ્રોલમાં શહેરી વિકાસ યોજના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂ.165.20 કરોડ મંજૂર કર્યા છે. જેમાં ધ્રોલમાં 54 લાખનો ખર્ચ પેવર બ્લોક માટે મંજૂર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સુરત મહાનગર અને વાપી તથા ધ્રોલ નગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, રેલવે ફલાય ઓવર તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ.165.20 કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર સુરત મહાનગરપાલિકાને રૂ.114.66 કરોડ ફાળવ્યા છે. સુરત મહાનગરમાં આ રકમમાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અંતર્ગત સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇનના 77પ કામો હાથ ધરાવાના છે.

મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે. નાણાંકીય વર્ષ ર0ર0-ર1માં અત્યાર સુધી કુલ રૂ.3120 કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે.

સુરત મહાનગર ઉપરાંત વાપી નગરપાલિકાને જી.આઇ.ડી.સી. જે ટાઇપ રોડ તથા નામધા રોડને જોડતો રેલવે ક્રોસીંગ ફલાય ઓવર બનાવવા માટે રૂ. પ0 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. એટલું જ નહિ, ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ. પ4 લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.