રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કર્ફ્યૂની મુદ્દત આજથી 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તો સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે 292 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 1500 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાયા છે. મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રએ વધુ એક નિર્ણય લીધો છે. મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે.

ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

બહાર ગામથી સુરત આવતા લોકોએ 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવુ પડશે

uj

સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તૈયાર છે. બહારથી આવેલા લોકોના ટેસ્ટિંગ અચૂક થાય. લોકો 7 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ. શાળામાં ઓનલાઇન શિક્ષણ થાય એના માટે પણ અપીલ કરાઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.