સુન્ની મુસ્લિમ જમાત-વેરાવળ દ્વારા વસીમ રિઝવી કે જેણે કુરઆન ની 26 આયતો ને હટાવવાની સુપ્રીમ કોર્ટ મા યાચીકા દાખલ કરેલ છે તેના વિરૂદ્ધ આવેદન આપેલ કે આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન છે જેને કડક મા કડક સજા થવી જોઈએ તેવી માંગ ડેપ્યુટી કલેકટર અને સિટી પી.આઈ.દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર ને રજૂઆત કરેલ છે
ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં કોઈપણ ધર્મગ્રન્થ મા કાનૂની રીતે સુધારો કે વધારો કરી શકાતો નથી કુરઆન એક પવિત્ર પુસ્તક છે જેના રક્ષણ ની વાત અલ્લાહ એ કરેલ છે સમગ્ર દુનિયા મા સૌથી વધુ વનચાતું પુસ્તક એ કુરઆન છે અને કુરઆન મા શ્રેષ્ઠ માનવ કઈ રીતે બનવું અને દુનિયા મા શાંતિ અને ભાઈચારનું વાતાવરણ કઈ રીતે બનાવવું તેનું શ્રેષ્ઠ પાઠ એ કુરઆન મા છે
આ તકે સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ હાજી અ. મજીદ દિવાન,ગનીભાઈ ગોરી,અલી મહંમદ ખત્રી,મહંમદ હુસેન મુગલ,હનીફભાઈ જીવા,સલીમ મુગલ,હાજીભાઈ પત્રકાર,સરફરાઝ મેવાતી, હાજી ગફાર ખાન,હાજી મકશુદ શેરૂ,ફૈઝાનભાઈ તેમજ કોંગ્રેસના નવનિયુક્ત કાઉનસીલર અફઝલ પંજા હાજર રહેલા હતા