હાલ ભારતમાં વિશ્ર્વના સૌથી મોટા કોવિડ 19 રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં વ્યાપક સ્તરે ભાજપના કાર્યકર્તાઓ જનસેવાના હેતુ સાથે જોડાય તે માટે આજે પ્રદેશ ભાજપની સુચના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા રાજકોટ મહાનગર અને શહેરના 18 વોર્ડ માટે વોર્ડ વાઈઝ ઈન્ચાર્જ અને વોર્ડ ઈન્ચાર્જની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક મહામારી કોરોનાને મહાત કરવા હાલ ભારતમાં વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વસુધેવ કુટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરીને વિશ્ર્વના 47 દેશોને ભારત દ્વારા કોરોનાની વેકસીન મોકલવામાં આવી છે. રાજકોટ શહેર ગુજરાત રાજ્ય અને દેશ સંપૂર્ણપણે કોરોનામુક્ત બને તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા હી સંગઠનના મંત્રને સાર્થક કરવા લોકોને કોરોનાની વેકસીન લેવા જાગૃત કરશે તથા સરકાર અને પ્રજા વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવશે. આ માટે આજે રાજકોટ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. સાથો સાથ વોર્ડવાઈઝ ઈન્ચાર્જની પણ નિમણૂંક કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ કોરોના વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે જઈ સંપર્ક કરશે અને લોકોને રજિસ્ટ્રેશન કરાવવામાં પણ મદદરૂપ થશે. વરિષ્ઠ નાગરિક તેમજ બિમાર વ્યક્તિને હોસ્પિટલ કે રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવા અને પરત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરશે. રસીકરણ કેન્દ્ર પર પિવાના પાણી સહિતની વ્યવસ્થામાં પણ ભાજપના કાર્યકર્તા મદદરૂપ થશે. મહાનગરના મુખ્ય ઈન્ચાર્જ તરીકે જીતુભાઈ કોઠારી અને સહ ઈન્ચાર્જ તરીકે કિશોરભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત કોરોના વેક્સિનેશન અભિયાન માટે વોર્ડ નં.1ના ઈન્ચાર્જ તરીકે કાનાભાઈ ખાણધર અને સહ. ઈન્ચાર્જ તરીકે જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં.2માં દશરથસિંહ વાળા અને સહ ઈન્ચાર્જ તરીકે ભાવેશભાઈ ટોયટા, વોર્ડ નં.3માં રાજુ દરીયાનાણી અને હિતેશ રાવલ, વોર્ડ નં.4માં દીનેશ ચૌહાણ અને કાનભાઈ ઉધરેજા, વોર્ડ નં.5માં મુકેશ ધનસોતા અને દીનેશ ડાંગર, વોર્ડ નં.6માં દુષ્યંત સંપટ અને વીરમભાઈ રબારી, વોર્ડ નં.7માં અનીલ લીંબડ અને રાજુભાઈ મુંધવા, વોર્ડ નં.8માં કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, 9માં હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, 10માં હરેશ કાનાણી પરેશ તન્ના, 11માં હરસુખભાઈ માકડીયા, સંજય બોરીચા, 12માં મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, 13માં કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, 14માં નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, 15માં મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, 16માં જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, 17માં યેગાશ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા અને વોર્ડ નં.18માં ઈન્ચાર્જ હિતેશ ઢોલરીયા અને સહ ઈન્ચાર્જ રવીભાઈ હમીરપરાની નિમણૂંક કરવામાં આવી છે.