ભારત સરકાર દ્વારા દહેજ ઘોઘા દહેજ વચ્ચે ફરી નવી ફેસી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરીને ધ્યાનમાં રાખીને ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીક ઉપ સુવિધા પણ રાખવામા આવેલ છે. આ ફેરી દરરોજ દહેજથી સવારે 10 વાગ્યે અને ઘોઘાથી બપોરે 3.30 વાગ્યે પ્રસ્થાન કરશે.
અંકલેશ્વર- દહેજથી પીકઅપ માટેના સ્થળો રહશે, વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલ તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટે ના સ્થળો રહશે, નિલમબાગ, જેલ સર્કલ, કાલીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ, ઘોઘા ફેરી ટર્મિનલ.
આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમિટેડ છે
ફેરીનું એક તરફી જવાનું ભાડું પુખ્તવય માટે 350 રૂપિયા તથા 12 વર્ષથી નાના બાળકો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ટિકિટ બુકિંગ તેમજ વધારે જાણકારી માટે 96116 87788, 90229 07874નો સંપર્ક પણ કરી શકાશે તથા વધારે જાણકારી માટે www.seaeagleferry.com વેબસાઇટનો સંદર્ભ લઇ શકાશે.