ભારત વિશ્વનો સૌથી મોટા હથિયાર ખરીદી કરનાર દેશ બની ગયો છે. સોમવારે SIPRI (Stockholm International Peace Research Institute)એ વિશ્વના દેશોએ આયાત કરાયેલા હથિયારો પર એક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટ મુજબ ભારતે હથિયારોની આયાત મામલે 24 ટકાના વધારા સાથે વિશ્વનો સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ બની ગયો છે. આ વધારો 2008થી 2012 અને 2013થી 2017ની વચ્ચે નોંધાયો છે. વર્ષ 2013-17ની વચ્ચે દુનિયા ભરમાં આયાત કરવામાં આવેલા હથિયારોમાં ભારતનો હિસ્સો 12 ટકા છે.
ભારત બાદ સાઉદી અરબ,ઇજિપ્ત,યૂએઈ,ચીન,ઓસ્ટ્રેલિયા,અલ્જેરિયા,ઈરાક,પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાએ પણ મોટી સંખ્યામાં હથિયારો આયાત કર્યા છે. ભારતે 2013-17ની વચ્ચે સૌથી વધુ હથિયાર રશિયારે ખરિદ્યા છે.ભારત દ્વારા કુલ ખરીદી કરવામાં આવેલા હથિયારોમાં રશિયામાંથી 62 ટકા,અમેરિકા 15 ટકા અને ઇઝરાઇલ 11 ટકા હથિયાર શામેલ છે.
રશિયા અને ઇઝરાઇલ પાસેથી હથિયારો ખરીદવાના મામલે ભારત પ્રથમ નંબરે છે. અમેરિકા સાથેના તેના રાજદ્વારી સંબંધોને સુધારવા માટે, ભારતે 2013-17ની વચ્ચે 15 બિલિયન ડોલર (97000 કરોડથી વધુ) હથિયારોની ખરીદી કરી છે, જે વર્ષ 2008–12થી સરખાણીએ 557 ટકા વધારે છે.
ચીન વિશ્વના પાંચ સૌથી મોટા હથિયાર નિકાસકારો તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જર્મની પણ હથિયારોના મોટા નિકાસકાર છે. આ રિપોર્ટ અનુસાર, ચીનના સૌથી મોટા ગ્રાહક પાકિસ્તાન છે, જે ચીન પાસેથી 35 ટકા હથિયારો લે છે, જ્યારે બાંગ્લાદેશ 19 ટકા છે.