સીમાપારની આંતકવાદી પ્રવૃત્તિને અટકાવવા ગુજસીટોક જેવો કડક કાયદો બનાવવામાં આવ્યો: પ્રદિપસિંહ જાડેજા
કચ્છ સહિત સમગ્ર રાજયમાં આ કાયદા હેઠળના કેસો ઝડપથી ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટો કાર્યરત: કાયદા મંત્રી પ્રદિપસિંહ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકેના શાસન કાળ દરમિયાન ગુજરાતના અભૂતપુર્વ વિકાસના કારણે અવાર-નવાર આંતકીઓનો ડોળો ગુજરાત ઉપર મંડરાયેલો રહે છે. ગુજરાત એક સરહદી રાજય હોઇ, અને તેની સરહદ પાકિસ્તાનને સ્પર્શતી હોઇ તેમજ ગુજરાતના 1600 કિ.મી. જેટલા દેશના સૌથી વિશાળ દરીયા કિનારાને કારણે તેમજ મહત્વના ઔદ્યોગિક એકમો, મહત્વના યાત્રાધામો આવેલા હોવાથી રાજયની દરિયાઇ સીમા ઉપરથી પણ આંતકી હુમલાની સંભાવના રહેતી હોઇ, ગુજરાતની શાંતિ, સલામતિ અને સમૃધ્ધિ જળવાઇ રહે તે હેતુસર રાજયમાં ગુજસીટોક જેગવો કડક કાયદો બનાવવાની જરૂર પડેલ તેમ કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ભૂતકાળમાં કચ્છ જેવા સરહદી જિલ્લામાં દેશપારથી દાણચોરીના અનેક બનાવ બનેલ છે.
સીમા પારથી જાસુસીની પ્રક્રિયા પણ થતી રહેતી હોય છે અને હથિયારોની દાણચોરીના કિસ્સા પણ ધ્યાને આવેલ છે.
તેમજ ગુના આચરતા ગુનેગારોને કડક સજા કરવાના ઉદેશથી રાજય સરકારે કટીબધ્ધતા બતાવી આ કાયદો બનાવેલ હોવાથી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પ્રશ્ર્નોત્તરીકાળ દરમિયાન ગૃહ સમક્ષ માહિતી આપી હતી.
કચ્છ સરહદી જિલ્લો હોવાથી તેમજ 45 હજાર ચોરસ કિ.મી. જેટલો વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી સરહદપારથી ધૂસણખોરો અરાજકતા ન ફેલાવે તેમજ નાર્કોટીકસ ડ્રગ્સની ધૂસણખોરી ન થાય તે માટે રાજય સરકાર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
વિદ્યાનસભામાં કચ્છમાં ગુજસીટોક કાયદા હેઠળ કેસો ઝડપથી ચલાવવા ખાસ કોર્ટ સ્થાપવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં કાયદા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, કચ્છ જિલ્લો સરહદી જિલ્લો હોવાથી ભૂતકાળમાં સરહદપારથી અનેક ગતિવિધીઓ ચાલતી હતી.
સંવેદનશીલ સરહદી વિસ્તાર હોવાથી ધૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી કે કોઇપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ્ ક્રાઇમ એકટ (ગુજસીટોક)હેઠળ નોંધાતા આવા કેસો ઝડપથી ચલાવવા અને ઝડપથી ક્ધવીકશન થાય તે માટે કાયદા વિભાગ દ્વારા ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.