માત્ર 11340ના પેકેજમાં સવારે ચા નાસ્તો, બપોરે તેમજ રાત્રિ ભોજન, સીકયુરીટી માર્ગ પરિવહન માટે બસ તેમજ રહેવા માટેની સુવિધા સભર યાત્રા
IRCTC આ ટુર પછી એપ્રિલ અને મે મહિનામાં 3 ભારત દર્શન ટ્રેનો ચલાવશે
ભારતીય રેલવે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન રિજીનલ ઓફીસ અમદાવાદ દ્વારા રાજકોટથી ત્રણ ટ્રેનોને મળેલી સફળતા બાદ આગામી 20 માર્ચે દક્ષિણ દર્શન વિશેષ યાત્રા ટ્રેન તમામ પોસ્ટ કોવીડ ધોરણોને ધ્યાને રાખીને પ્રસ્થાન કરવામાં આવશે.
આ બાબતે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ રીજીનલ ઓફીસનાં સિનીયર સુપરવાઈઝર અમિત ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું હતુકે આગામી 20 માર્ચે રાજકોટથી ચોથી ભારત દર્શન ટ્રેન પ્રસ્થાન કરવામાં આવશે. આ ટ્રેનમાં યાત્રાળુઓનો ખૂબજ સહયોગ મળી રહ્યો છે. જેમાં એ.સી.તમામ બોગીનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. જયારે સ્લીપરમાં પણ 50 ટકા બુકીંગ થઈ ગયું છે. દક્ષિણ ભારત દર્શન માટે 20મી માર્ચે ઉપડનારી આ ટ્રેનમાં રામેશ્ર્વરમ્, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરૂવાયુર, તિરૂપતિ અને મૈસુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું રૂ.11340નું પેકેજ રાખવામાં આવ્યું છે. જેમાં સવારે ચા-નાસ્તો તેમજ બપોરે અને રાત્રિ ભોજનની વ્યવસ્થા ઉપરાંત ધર્મશાળામાં આવાસ, ટુર એસ્કોટ, સુરક્ષા ગાર્ડ, સફાઈ કર્મચારી, સુરક્ષા અને એનાઉન્સ મેન્ટ તેમજ માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે.
ઉપાધ્યાયએ એમ પણ જણાવ્યું હતુ કે કોવીડ રોગચાળાને ધ્યાને લઈ મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.તેમજ ટ્રેનના કોચ તથા મુસાફરોનાં સામાનને સેનેટાઈઝ કરાશે. મુસાફરી દરમિયાન જો કોઈ યાત્રી અસ્વસ્થ હોય તોતેના માટે અલગ કોચની પણ વ્યવસ્થા કરાઈ છે.
આમ આદમીને એટલે કે સામાન્ય લોકોને ધ્યાને લઈ આઈ.આર.સી.ટી.સી. દ્વારા ખૂબજ સસ્તા દરે આ યાત્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે. આગામી 20 માર્ચે દક્ષિણ ભારત દર્શન ટ્રેન જયારે 27 એપ્રિલે મહાકાલ સાથે ઉતર ભારત દર્શન કેજેમાં ઉજજૈન, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી જયારે 8 મે એ હરિહરગંગે ભારત દર્શન ટ્રેનજેમાં પુરી, કોલકતા, ગંગાસાગર, ગયા, વારાણસી, પ્રયાગરાજ, અલ્હાબાદ, ઉજજૈન જયારે તા.23મેએ સાંઈ દર્શન મહાબળેશ્ર્વર સાથે ગોવા સ્પે. ટુરીસ્ટ ટ્રેન કે જેમાં શીરડી, નાસીક (શનિ સીંગળાપુર) પૂણે (મહાબળેશ્ર્વર), ગોવાનો સમાવેશ કરાયો છે. તેમ અંતમાં ઉપાધ્યાએ ઉમેર્યું હતુ.
વિવિધ વ્યવસ્થાઓ સાથેની સ્પે. યાત્રિ ટ્રેનને લોકોનો જબરો પ્રતિસાદ: IRCTC સુપરવાઈઝર ઉપાધ્યાય
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પો.લી.ના અમદાવાદ રીઝીનલ ઓફીસના સિનિયર સુપરવાઈઝર અમિત ઉપાધ્યાયે ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે કોવિડ મહામારી બાદ આમ લોકોને ધ્યાને લઈ યાત્રા માટેની ત્રણ સ્પે.ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ રહ્યો હતો. આગામી 20 માર્ચે દક્ષિણ ભારત દર્શન યાત્રાની ટ્રેન પ્રસ્થાન કરશે જેમાં 550 યાત્રાળુઓનું બુકીંગ થઈ ચૂકયું છે. અમારો પ્રયાસ છે કે વધુને વધુ આવી ટ્રેનો શરૂકરવામાં આવે આગામી એપ્રિલ મે મહિનામાં ત્રણ સ્પે.ટ્રેન શરૂ કરવામાં આવશે જેમાં 23 મે એ પ્રસ્થાન થનારી ટ્રેનમાં યાત્રિકોની માંગને ધ્યાને લઈ શિરડી, નાસીક, ત્ર્યંબકેશ્ર્વર, ગોવાનો રૂટ હશે.
ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતુ કે આ તમામ ટ્રેનોમાં એસી અને સ્લીપર કોચ એમ બે કેટેગરી હશે આગામી 20મીએ પ્રસ્થાન થનાર દક્ષિણ ભારત દર્શન યાત્રા ટ્રેનમાં રામેશ્ર્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરૂવાયુર, તિરૂપતિ, મૈસુરનો સમાવેશ કરાયો છે. રૂ.11340ના પેકેજમાં સવારનો ચા નાસ્તો બપોર તથા રાત્રીનું ભોજન, પરિવહન માટે બસની વ્યવસ્થા, રહેવાની સુવિધા ઉપરાંત આરોગ્ય સુરક્ષા અ ને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામા આવ્યું છે.