ચોટીલાના યુવાનોએ શહેર તેમજ હાઇવે પરથી રૂ. ર1,500 જેટલું દાન એકઠું કર્યુ
મહિસાગર જિલ્લાના લુણાવવા તાલુકાના કાનેસરના રહેવાસી રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ જેઓના માત્ર 3 માસના પુત્ર ધૈર્યરાજસિંહને એસએનએ-1 નામની ગંભીર બીમારી છે બિમારીની સારવાર પાછળ 16 કરોડ જેટલો ખર્ચ કરવો પડે તેમ છે ત્યારે મઘ્યમવર્ગના પરિવારમાં જન્મેલા ધૈર્યરાજસિંહને બચાવવા રાજયભરમાં સેવાભાવીઓ દાન એકઠુ કરી લોકોને ફુલ નહિ તો ફૂલની પાંખડીરૂપે દાન આપવા માંગ ઉઠી છે. ત્યારે ધોરાજી, ચોટીલા, ગોંડલ, શહેરના સેવાભાવીઓ ધૈર્યરાજ માટે દાન એકઠું કરવા લાગી ગયાં છે.
ચોટીલા
મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે. ધૈર્યરાજને જખઅ-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોટીલાના રવિરાજસિંહ ઝાલા, અક્ષયપાલસિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા, મીતરાજસિંહ ચૌહાણ, દીપરાજસિંહ ઝાલા, રવિભાઈ મોચી, લક્કીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ જાડેજા, દ્વારા ચોટીલા શહેરમાં તેમજ હાઇવે પર થી રૂ. 21,500 ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કરવામાં આવ્યું છે.
ધોરાજી
માત્ર 3 મહિના નાં બાળક ધૈર્યરાજને મોટી બીમારી માટે રૂપિયા 16 કરોડનાં ઇન્જેકશન માટે જરૂર હોય ત્યારે આ બાળક મારે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા ડોનેશન એકત્ર કરવામાં આવી રહ્યું છે. ધોરાજી વિસ્તારમાં ડોનેશન માટે આખો સમાજ એકઠા થઇ છે માત્ર 3 માસનાં બાળક માટે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા ડોનેશન ભેગું કરીને નાનાં બાળકનો જીવ બચાવવા માટે મદદ કરી શકાય તે ડોનેશન એકત્રિત કરવાં માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ધોરાજીની તમામ ધર્મ પ્રેમી જનતા પાસે ડોનેશન ભેગું કરી રહ્યા છે માત્ર 3 માસનાં બાળક એવાં ધૈર્યરાજસિંહની મદદ માટે ધોરાજી રાજપૂત સમાજ આગળ આવ્યો છે રૂપિયા 16 કરોડનાં ઇન્જેકશન માટે ફંડ એકત્રિત કરવામાં આવેલ છે
ધોરાજી ની તમામ જનતા ને સાથે રાખી ને તમામ ધર્મ નાં લોકો ને આ ડોનેશન એકત્રિત કરવાં માટે આહવાન કરવામાં આવે છે અને ધોરાજી નાં તમામ ધર્મ નાં લોકો આ ડોનેશન એકત્રિત કરવાં માટે સહકાર ની જરૂરિયાત હોય તો ધોરાજી તાલુકા નાં તમામ લોકો નાનાં બાળક નો જીવ બચાવવા માટે ધોરાજી નાં લોકો સહકાર આપે તેવી માંગ કરી રહ્યા છે
ગોંડલના ધારાસભ્ય ધૈર્યરાજસિંહની વ્હારે: મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોપી નામની ગંભીર બીમારીની ઝપટમાં આવેલ માત્ર ત્રણથી ચાર માસની ઉંમરના ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડ ને વિદેશથી ઇન્જેક્શન મંગાવી સારવાર આપવાની હોય ઇન્જેક્શન ની કિંમત ખૂબ મોંઘી હોય પરિવાર તેને પહોંચી વળી શકે તેમ ન હોય ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ધૈર્યરાજસિંહ રાઠોડ ની વહારે આવ્યા છે તેઓ દ્વારા સહાયનો ચેક આપવામાં આવ્યો છે આ ઉપરાંત તેમની બંને પુત્રીઓ દ્વારા પણ ચેક અપાયાં છે તેમજ પુત્ર ગણેશસિંહજી દ્વારા ગોંડલ શહેર તેમજ તાલુકામાં મિટિંગનું આયોજન કરી વધુમાં વધુ ધૈર્યરાજસિંહને મદદ પહોંચાડી શકાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે
આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા પ્રજાજનોને સંદેશો આપતા કહ્યું હતું કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તો આ સમયે રાજદીપ સિંહ રાઠોડ ના પરિવારને સહાયની તાતી જરૂરિયાત છે તો માસુમ ધૈર્ય રાજ સિંહ ની સહાય માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ પહોંચાડવી જોઇએ
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા ધારાસભ્ય લલિત વસોયાની માંગ
રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્રને એસ.એમ.એ.1 નામની ગંભીર બીમારી છે. જે બીમારીના સારવાર અર્થે ઇંજેકશનની જરુરીયાત છે. અને આ ઇંજેકશનની કરવેરા સિવાયની અંદાજીત રકમ રૂ. 16 કરોડ જેટલી થાય છે. શ્રી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મઘ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. અને ઉપરોકત ઇંજેકશનની ખરીદી કરી શકે તેવી તેમની આર્થિક પરિસ્થિતિ નથી.
તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા એક બાળકને સમાન બીમારી હોય તે બાળકને ઇંજેકશન અપાવીને મદદરુપ થયેલ છે જેને ઘ્યાને લઇ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્રને સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે.