રાજકોટ: કહેવાઈ છે, રાજકોટ એટલે રંગીલું શહેર છે. ત્યારે આ રંગીલા શહેરના લોકો પણ એટલા જ રંગીલા છે. એમનો રંગ પણ લાજવાબ છે, જી હા વાત કરી રહ્યા છીએ અશ્વપ્રેમી યુવાનોની એમને ૧૪.૩.૨૦૨૧ના રોજ રાત્રે રાજકોટથી અશ્વાયાત્રાની શરૂઆત કરી જેમાં 12થી વધુ અશ્વ લઈને આ યુવા ગ્રુપમાં ખોડલને ધામ એવા રૂડા કાગ્વડ ગામ ખાતે વહેલી સવારે 8:00 વાગ્યે ખોડલધામ પહોચ્યા. આ અશ્વ્યાત્રામાં રાજકોટ તથા એમની આજુબાજુના ગામના અશ્વ પ્રેમી લોકો દ્વારા આ સુંદરમજાની અશ્વસવારી-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રમાં જેમનું વિશેષ મહત્વ છે. ભગવાન રામએ પણ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. ત્યારે આ 12 અશ્વનું ખોડલધામ મંદિર ખાતે મંદિરના પુજરીશ્રી દ્વારા પૂજન કરવામાં આવ્યું એમને હાર પહેરાવીમાં ખોડલની પ્રસાદી રૂપેમાંની ચુદડી તમામ અશ્વને બાંધવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અશ્વપ્રેમી દિશાંત ધડુક, હર્ષિલ પટેલ, ચિરાગ પાદરીયા, આર જે જય સાકરિયા,દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અશ્વ યાત્રામાં યુથ આઇકોન હાર્દિક સોરઠીયા,ઘનશ્યામ સોરઠીયા,વિશાલ પટેલ,દિગપાલસિંહ જાડેજા,મયુરરાજ સિંહ જાડેજા,યુવરાજભાઈ, ધ્રુમલ આહીર,અજુભા જાડેજા, યશ મોલિયા વગેરે અશ્વપ્રેમી યુવાનો આ સાથે જોડાયેલા હતા, આ તકે ઉમેરવું અનિવાર્ય છે કે, આ સાથે ખોડલધામ ખાતે અનેક લોકો સાઈકલયાત્રા, પદયાત્રા, બાઈક યાત્રા દ્વારા ખોડલધામ આવવા માટે નું આયોજન કરતા હોઈ છે.