માણાવદરના ખેડૂત મહેશભાઈ દેકી વાડીયાએ ટંકારાથી સો રૂપિયા કિલો ભાવે કાળા ઘઉં બિયારણ લાવી વાવેતર કર્યું હતું પોતાની બે વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું સામાન્ય રીતે જે સૌરાષ્ટ્રમાં ઘઉં ઉત્પાદન થાય છે તેના કરતાં પંદર દિવસ મોડા અને બીજા ઘઉંને પાણી આપવામાં આવે તેથી વધુ બે વખત પાણી આપવાનું હોય છે તેના કારણે કાળા ઘઉં ઉત્પાદન વધ્યું હતું સફળ વાવેતર થતાં બે વીઘામાં ઉતારો 40થી 50 મણ જોવા મળતા અને કાળા રંગના ઘંઉ ખાવામાં લિજ્જતદાર , સ્વાદિષ્ટ ભૂરા રંગની રોટલી થાતા ખેડૂતોના પરિવારે ઉત્પાદનને આવકાર્યું હતું શિવ લેહરી ફાર્મ વાળા ખેડૂત મહેશભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું કે કાળા ઘઉં ની ખાસિયત એ છે કે છોડ ઊગે ત્યારે કાળો હોય છે અને પાકે ત્યારે ડુંડી સહિતના કાળા રંગો દેખાય છે પરંતુ રોટલી સફેદ ભૂરા રંગની થતી હોય છે સામાન્ય ઘઉં કરતા વધુ પોષકના કારણે હૃદયરોગ, બ્લડપ્રેસર (બીપી ) કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, કુપોષણ અને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે કાળા ઘઉંની રોટલી ખાવાથી સમસ્યા હલ થાય છે ફાયદારૂપ સાબિત થઈ શકે છે માણાવદરના ખેડૂત મહેશભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી કાળા ધંઉ વિશે માહિતી મળી હતી ત્યારબાદ તેમણે ટંકારા ગામમાંથી આ વિશિષ્ટ જાતિના ઘઉં ના બીજ મેળવ્યા હતા મહેશભાઈ દેકીવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે એક વીઘામાં 40 થી 50 મણની ઉપજ થાય છે તે પ્રતિમણ 800થી 900 રૂપિયાના દરે વેચાય તેવી સંભાવના છે તેનું ઉત્પાદન પણ સામાન્ય ધંઉ જેવું છે તેમ મહેશભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં