કોર્પોરેશનની સામાન્ય સભામાં રાજકોટના પ્રથમ નાગરીક તરીકે પ્રદિપભાઇ ડવને મહાનગરની ધુરા સોંપતા કોંગ્રેસ પણ આનંદની લાગણી અનુભવી હતી. વિરોધ પક્ષ તરીકે તેમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટનો વિકાસ થાય અને અમો પણ વિકાસમાં આપને સાથ સહકાર આપશું બીજી મહાનગરપાલિકાના આજના નવા નિમાયેલા તમામ હોદેદારોને કોંગ્રેસ પક્ષ આવકારે છે. તેમ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ હતું કે, રાજકોટની પ્રજાએ ભાજપને સહકાર આપેલ છે અને સત્તા સોંપી છે. જેનો સદઉપયોગ કરશો તેવી અપેક્ષા રાખીએ છીએ. અને હાલમાં જ ઉનાળો ચાલુ થતાં જ નવા નવા બાના નીચે પાણી કાપ જેવી સમસ્યા ન સર્જવા પણ અનુરોધ વ્યકત કર્યો છે. અને રાજકોટની પ્રજાએ અમને જનઆદેશ આપેલ નથી પણ વોર્ડ નં. 1પની પ્રજાએ કોંગ્રેસના ચાર કોર્પોરેટરોને ચુંટીને બોર્ડમાં મોકલ્યા છે ત્યારે વોર્ડ નં.1પ ના પ્રજાજનોનો ચાર કોર્પોરેટરો ખુબ જ આભારી છીએ. બોર્ડમાં જાહેર કરીએ છીએ કે અમારા વોર્ડના લોકોને અમોએ કયારેય પણ કોપોરેશન સુધી આવવા દિધા નથી અમારા વોર્ડના કામો ત્યાં જ થતા જતા હોય છે તે બદલ તમામ અધિકારીઓનો આભાર માનીએ છીએ. આ નવા નિમણુંક પામેલ પદાધિકાઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે પ્રજાના કામમાં પક્ષથી ઉપર ઉઠીને પણ પ્રજાહિતના કામો કરશો તો કાયમ આપને સહકાર આપશું. અને કોઇપણ પક્ષ હોય તે પ્રજાના મેનેજર તરીકે જ હોય છે આ દેશના અસલી માલીક તો પ્રજા જ છે. તેમ રાજકોટના અસલી માલીક તો રાજકોટની પ્રજા જ છે. આપણે બધા કોર્પોરેટરો તો તેમની નીચે તેમની સેવા કરવા માટે પાંચ વર્ષ આપણી બધાની નિમણુંક થયેલી છે. અને શાસક પક્ષને તેનું મેનેજર પદ પ્રજાએ આપેલ છે. તો આપણે બધા 72 કોર્પોરેટે માલીકોની જે અપેક્ષા હોય તે પુરી કરવા ની જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવીએ તેવી બધા જ કોર્પોરેટરો પાસે છે તેમ કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, મકબુલભાઇ દાઉદાણી, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાયએ જણાવ્યું હતું.
Trending
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા
- Realme 14x ભારતમાં થયો લોન્ચ…
- ફકત 40 કલાકમાં જ 451 વર્ષના બંધનમાંથી છુટકારો