સામા કાંઠાના કોંગ્રેસી કાર્યકર ચાંદનીબેન લીંબાસીયાના મકાનમાંથી અડધા લાખના ઇગ્લીશ દારૂ મળી આવ્યો હતો તે કેસમાં વોર્ડ નં. 17 ના પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર સ્નેહાબેન દવેના પતિ બીપીન જેશંકર દવે નું નામ ખુલતા તેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.માલિયાસણમાં આવેલા ફાર્મ હાઉસમાં પતિની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરનાર ચાંદનીબેનનો વિડીયો વાયરલ થતા ક્રાઇમ બ્રાંચ ચુંટણલીના આગલા દિવસે તેના ઘરે તપાસમાં ગઇ ત્યારે જડતી દરમિયાન રૂ. પ1 હજારના અંગ્રેજી દારુ મળી આવ્યો હતા. જેથી ક્રાઇમ બ્રાંચે પ્રોહીબીશનનો ગુનો નોંધી ચાંદનીબેનની ધરપકડ કરી હતી.જયારે આ ગુનામાં તેનો પતિ પિયુષ હજુ પણ ફરાર છે. આ દરમિયાન લીંબાસીયા દંપતીને અંગ્રેજી દારુ અને બીયરનો જથ્થો આરોપી બીપીન દવેની હેલ્થ પરમીટમાંથી ખરીદ કર્યાનું બહાર આવતા તેની પણ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કી છે.ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, બીપીન પાસે છેલ્લા ચાર વર્ષથી હેલ્થ એટલે કે દારૂની પરમીટ છે. તેણે અન્ય કોઇને દારૂ બીયરનો જથ્થો આપ્યો છે કે વેચ્યો છે કે કેમ તે અંગે તેની સઘન પુછપરછ કરવામાં આવશે.એટલું જ નહીં આ ગુનામાં વોન્ટેડ પિયુષને જો કોઇએ આશરો આપ્યો હશે તો તેની વિરુઘ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાંદનીબેનને અદાલતે શરતોને આધીન જામીન મુકત કરી હતી.શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવશે.
Trending
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે