શહેરની દિગ્ગજ એવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ટરકોમ ફોન શોભાના ગાઠીયા સમાન. પેશન્ટને મૂકીને ડોક્ટર અને નર્ષ એક વોર્ડ માંથી બીજા વોર્ડમાં હડિયા પાટી!
શહેરની સિવિલ હોસ્પિટલમાં દરેક દર્દના ઈલાજ થાય છે ત્યારે તેમાં ઘણા બધા વોર્ડ પણ છે. ત્યારે એક વોર્ડ માંથી બીજા વોર્ડમાં કામ સબબ સંપર્ક કરવા માટે ઇન્ટરકોમ જેવી સુવિધા આપવામાં આવી છે પરંતુ આ સુવિધા ફક્ત દેખાવ માટેની છે.અત્યારે દરેક વોર્ડના ઇન્ટરકોમ બંધ હાલતમાં પડ્યા પડ્યા ધૂળ ખાય છે. મહત્વની વાત તો એ છે કે પેશન્ટ દર્દમાં ગરકાવ હોઈ છે ત્યારે ડોક્ટર અને નર્સ કામ કાજ સબબ એક વોર્ડ માંથી બીજા વોર્ડમાં હાડીયાપાટી કરતા જોવા મળે છે. પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયા પછી બે બે કલાક સુધી લાગતા વળગતા તંત્રને જાણ કરવામાં આવતી નથી ત્યારે એક સવાલ ઉઠે છે કે સુ આ ઇન્ટરકોમની સેવા ચાલુ થશે કે નઈ?