1પ0 કિલો વજન અને અઢી મીટરની ઉંચાઇ ધરાવતું વિશાળ પક્ષી ઉડી શકતું નથી પણ જમીન ઉપર બહુ જ ઝડપે દોડી શકે છે, તેનું આયુષ્ય 60 થી 70 વર્ષનું હોય છે

શાહમૃગ આપણા પૃથ્વી ગ્રહ ઉપર 12 મિલિયન વર્ષો પહેલા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ગરમ દેશોમાં તે વધુ જોવા મળે છે. આ વિશાળ પક્ષી અર્ધ રણ વિસ્તારો સાથે સવાનાના જંગલોને નિવાસ માટે વિશેષ પ્રાધાન્ય આપે છે. વિશાળ કદના શાહમૃગનું વજન 150 કિલોથી વધુ હોય છે તે તેની ઉંચાઇ અઢી મીટર જેટલી હોય છે. શાહ મૃગ ઉડી શકતું નથી તો જમીન પર સૌથી વધુ ઝડપે દોડી શકશે, પૃથ્વી ગ્રહ ઉપરનું સૌથી મોટા કદનું પક્ષી શાહમૃગ છે.

આપણાં લોકોમાં કોઇ કાંઇક છૂપાવે તો તેને શાહમૃગ નિતિ કહેવાની વાયકા છે. શાહમૃગ નિતિ કહેવાની વાયકા છે. શાહમૃગ મુશ્કેલી સમયે રેતીમાં માથાને છૂપાવી દે છે. હકિકતમાં આવુ નથી હોતું તે પોતાના બચ્ચાને બચાવવા આવું કરે છે. જંગલના પ્રાણીઓમાં તેના દુશ્મનોમાં સિંહ, ગરૂડ, હાયના, સાપ, શિકારી પક્ષીઓ તેનો શિકાર કરવા તત્પર હોવાથી તે આવું કરે છે. શાહમૃગ પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી છે. આ પક્ષીનો આકાર આપણને બેડોળ લાગે પણ તે માણસ ઉપરાંત ગમે તેને પછાડી દેવાની તાકાત ધરાવે છે.

શાહમૃગનું મોટું શરીર નાનુ માથુ સાથે લાંબી ડોક સાથે અસામાન્ય આંખો હોય છે. તેના પગ ખુબ જ લાંબા અને મજબૂત હોય છે. આ પક્ષીનું શરીર થોડાંક વાંકડીયા અને છૂટક પિંછાથી ઢંકાયેલું હોય છે. પક્ષી વિદની પઘ્ધતિ પ્રમાણે શાહમૃગને દોડતા પક્ષીમાં વર્ગીકૃત કરાયું છે. જે ચોર પ્રજાતિઓમાં છે. ત્રણ પાંખવાળા જીવો, બે ટોડ અને કાસોવરી તેમજ નાની પાંખવાળા કિવી જેવા હોય છે. જો કે હાલમાં આફ્રિકન પક્ષીની ઘણી પેટા જાતિઓ અલગ પડે છે. મસાઇ, બાર્બરી, મલય અને સોમાલી જેવા તમામ પ્રકારો આજે જોવા મળે છે.

આ સિવાયની બે શાહમૃગ પ્રજાતિ એક સમયે જોવા મળતી હતી પણ આજે લુપ્ત થઇ ગઇ છે. નર કરતાં માદાનું વજન ઓછું હોય છે. કિવિનો છેલ્લો પ્રકાર ન્યુઝિલેન્ડમાં રહે છે. તેથી જ તેને કિવિઝ પણ કહેવાય છે. અન્ય ચાલતા પક્ષીઓની તુલનામાં કિવી ખુબ નમ્ર હોય છે. આફ્રિકન શાહમૃગને ઉડવાની ક્ષમતા નથી પણ પ્રકૃતિએ અતિ ઝડપે ચાલવા કે દોડવાની અદભૂત ક્ષમતા આપી છે. તેના પગમાં માત્ર બે આંગળીઓ જ હોય છે. શાહમૃગ મજબૂત પક્ષી હોવાથી તેની નજીક ન જવું હિતાવહ છે. તેના શકિતશાળી પંજાથી તે ફટકો મારે છે. પુખ્તવયના લોકોને ઉપાડીને તે સરળતાથી દોડી શકે છે. તેનું એવરેજ આયુષ્ય 60 થી 70 વર્ષ છે.

શાહમૃગ બહુ પત્નીત્વનું પ્રાણી છે. માર્ચથી ઓકટોબર તેનો સંવનન ગાળો છે. સમગ્ર સીઝનમાં માદા 40 જેટલા ઇંડા મૂકે છે, આ ઇંડાનું વજન 1100 થી 1800 ગ્રામ હોય છે. બધી માદાઓ એક માળામાં જ ઇંડા મુકે છે. જે એક રસપ્રદ તથ્ય છે. બચ્ચુ જન્મે ત્યારે 1 કિલોનું હોય છે અને એક જ દિવસમાં સ્વતંત્ર રીતે ખોરાક લેવાનું શરુ કરે છે.

શાહમૃગની દ્રષ્ટિ તીવ્ર હોય છે. તેની આંખો વિશાળ જગ્યાઓ સુધી નજર માંડી શકે છે. એક કલાકમાં 80 કિલોમીટરની ઝડપી ચાલી કે દોડી શકે છે. તે સર્વભક્ષી છે. બીજ, ફળો, ફૂલો, અંકુરો સાથે પ્રાણીઓનો વધેલો શિકાર તથા તેના અવશેષો ખાય છે, ઘણીવાર તો જંતુઓ, ઉંદરો અને સરીસૃપને પણ ખાય જાય છે. શિયાળ અને મોટા શિકારી પક્ષીઓ શાહમૃગના બચ્ચાને શિકાર બનાવે છે. મોટા શાહમૃગથી તો ડરને કારણે દૂર જ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.