નશામાં માણસ કેટલી હદે પોતાની મતિ ગુમાવી દે છે એ આ વાત રશિયાના એક બનાવ પરથી સારી રીતે સમજી શકાય છે. આ બનાવ વિશે જાણી તમને નવાઈ જરૂર લાગશે. નશામાં ધૂત એવી એક મહિલા મુસાફરે ચાલુ ફ્લાઇટ દરમિયાન એવી ક્રિયાઓ કરી કે જેના કારણે તેણીને સીટ પર દોરડા વડે બાંધવાની નોબત આવી પડી હતી. જે બાદ હવે તેની તસવીરો દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે. 39 વર્ષીય આ મહિલાએ નશામાં હોવાને કારણે ફ્લાઇટમાં પોતાના અન્ડરવેર ઉતારવાનું શરૂ કર્યું હતું. મહિલાની આ શરમજનક ઘટનાને રોકવા અને તેણીને કાબુમાં લેવા કેબિન ક્રૂએ તે મહિલાને દોરડા વડે બાંધી દીધી હતી.
વિમાને ઉડાન ભારતાની સાથે જ મહિલાએ હોબાળો મચાવ્યો હતો. રશિયન વિમાન વ્લાદિવોસ્ટોકથી ઉપડ્યાના 15 મિનિટની અંદર જ દારૂના નશામાં ધૂત મહિલાએ તેનું નાટક શરૂ કરી દીધું. પહેલા તેણીએ આજુબાજુની ગેલેરીઓમાં આંટા મારવાનું ચાલુ કર્યું ત્યારબાદ કેબિન ક્રૂએ તેને બેસવાનું કહ્યું તો તેણી કેબિન ક્રૂ સાથે ઝઘડવા લાગી. આ મહિલા ફ્લાઇટના સ્ટાફ પર બૂમો પાડવા લાગી અને ત્યારબાદ તેણીએ પોતાના કપડાં ઉતારવાના શરૂ કર્યા. એટલું જ નહીં, મહિલાએ પોતાનું અન્ડરવેર પણ કાઢી નાખ્યું.
દોરડા, સીટબેલ્ટ અને ટેપ વડે બાંધી દેવામાં આવી
આવી ઘટના વિમાનમાં આજ પહેલા ક્યારેય નહીં બની હોય. 39 વર્ષીય આ મહિલાની શરમજનક હરકત જોઈ તમામ મુસાફરો આશ્ચર્યમય થઈ ગયા હતા. તેણીની આવી ઊતરતી કક્ષાની હરકત રોકવા ફ્લાઈટમાં રહેલા અન્ય મુસાફરોએ સલામતીનું બહાનું દઈ માંડ માંડ સીટ પર બેસવા માટે મનાવી. અને જેવી મહિલા સીટ પર બેઠી કે તરત જ તેને દોરડા, સીટબેલ્ટ અને ટેપ વડે બાંધી દેવામાં આવી. ફ્લાઈટ પર નશાખોર આ મહિલા વધુ ઉપદ્રવ ન મચાવે અને અન્ય મુસાફરોને પણ કનડગત ન કરે તે માટે આમ કરવું જરૂરી હતું.
એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પોલીસે ધરપકડ કરી
રશિયન મીડિયાના અહેવાલ અનુસાર, નોવોસિબિર્સ્કના ટોલમેચેવો એરપોર્ટ પર ફ્લાઇટનું લેંડિંગ ન થયું ત્યાં સુધી આ મહિલાને તે જ સ્થિતિમાં બાંધીને રાખવામાં આવી હતી. લેન્ડિંગ બાદ એરપોર્ટ પર પોલીસે આવીને મહિલાને ફ્લાઇટ દરમિયાન હુમલો કરવા અને ફ્લાઇટની કામગીરીમાં અવરોધ ઊભા કરવાના આરોપસર ધરપકડ કરી. તપાસ માટે આ મહિલાને હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવી હતી.
મહિલાએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેણે ફ્લાઇટ પહેલા જ સિન્થેટીક ડ્રગ્સનું સેવન કર્યું હતું. રશિયન મંત્રાલયે કહ્યું કે, આ મહિલાને તબીબી તપાસ માટે પણ ધકેલવામાં આવી છે. ફ્લાઇટમાં અવરોધ ઊભા કરવાના ગુનામાં તેણીને અદાલતની સુનાવણીનો સામનો કરવો પડશે.