સેન્ટ્રલ ઝોનમાં 8, વેસ્ટ ઝોનમાં 7 અને ઈસ્ટ ઝોનમાં 5 મિલકતો સીલ કરાતા રૂા.44.70 લાખની વસુલાત
ટેકસના ટાર્ગેટને પૂર્ણ કરવા નાણાકિય વર્ષના અંતિમ દિવસોમાં ટેકસ બ્રાંચનો સપાટો
રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વોર્ડમાં 20 મિલકતો સીલ કરવામાં આવી હતી. સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા રૂા.44.70 લાખની વસુલાત થવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સેન્ટ્રલ ઝોનમાં 8 મિલકત સીલ કરાતા રૂા.4.75 લાખની વસુલાત થવા પામી છે. તો વેસ્ટ ઝોનમાં 7 મિલકતો સીલ કરાતા 28.71 લાખની વસુલાત થવા પામી છે અને ઈસ્ટ ઝોનમાં 5 મિલકત સીલ કરવામાં આવતા રૂા.11.29 લાખની વસુલાત થવા પામી છે.