ગોવામાં 10 દિવસોનાં ચૂંટણી જાહેરરનામું બહાર પાડવા 30 એપ્રિલ સુધીમાં ચૂંટણી યોજવા સુપ્રીમનો આદેશ
રાજય સરકાર સાથે સંકળાયેલા કોઈપણ પદ પર ફરજ બજાવતી વ્યકિત ચૂંટણી કમિશનર ન બની શકે તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે.ગોવા સરકારના સચિવને રાજય ચૂંટણી કમિશનરનો વધારાનો હવાલો સોંપવા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમે આ આદેશમાં જણાવ્યું છે કે રાજયોમાં ચૂંટણી અધિકારી સ્વતંત્ર વ્યંકિત હોવા જોઈએ અને તે રાજય સરકારની નોકરી કરતા કે સરકાર હેઠળ કોઈ પણ કામ કરતા ન હોવા જોઈએ. એ જવાબદારી એક સ્વતંત્ર વ્યકિતએ જ સંભાળવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યામુજબ રાજય સરકાર સાથે જોડાયેલ કોઈપણ વ્યકિતને ચૂંટણી કમિશનર તરીકે ફરજ સોંપવી એ બંધારણ વિરૂધ્ધ છે. ગોવા સરકારે હાઈકોર્ટના આદેશ વિરૂધ્ધ સુપ્રીમમાં અપીલ કરી હતી તે અનુસંધાને આ આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાનના વડપણ હેઠળની સુપ્રીમની પીઠે ગોવા રાજય ચૂંટણી પંચને દસ દિવસમાં પંચમાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવા અને 30 એપ્રિલ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા પણ આદેશ આપ્યો હતો.