કોરોના મહામારીથી હજી છુટકારો મળ્યો નથી. જો કે હવે આ વાયરસની વેક્સિન માર્કેટમાં આવી ગઈ છે. છતાં કોરોના કેસો ઝડપથી વધારો થયો છે. લોકો હજુ કોરોનાથી પરેશાન છે તો નાસાએ હવે 21 માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થયેલા સૌથી મોટા એસ્ટેરોઈડ વિશે માહિતી આપી છે. જેને લઈને લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે. આ ગ્રહ શું છે અને તે પૃથ્વીને કેવી અસર કરશે તે જાણીએ…
નાસાએ દાવો કર્યો છે કે 21 માર્ચે પૃથ્વી પરથી સૌથી મોટો એસ્ટેરોઈડ પસાર થશે. તેણે તેનું નામ એફઓ 32 રાખવામાં આવ્યું છે. એફઓ 32 વિશે વધુ માહિતી આપતાં નાસાએ કહ્યું કે તેની શોધ 20 વર્ષ પહેલાં થઈ હતી.
એફઓ 32 ખૂબ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. પૃથ્વીની નજીક પસાર થનારા એસ્ટેરોઈડ સૌથી મોટું હોવાનું કહેવામાં આવે છે. તેનું કદ 3 હજાર ફૂટ છે.
21 માર્ચે અંતરિક્ષમાંથી પડતાં, આ એસ્ટેરોઈડ પૃથ્વીની નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકો આ જોવા માટે ઉત્સુક છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું કે, તેના પડવાથી પૃથ્વીને કોઈ નુકસાન થશે નહીં.
નાસા રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પોલ ચૌડાસે કહ્યું કે, આ ગ્રહ પૃથ્વી પરથી 1.25 મિલિયન દૂર હશે. તેનાથી કોઈ નુકસાન થશે નહીં. તેની ગતિ 77 હજાર માઇલ પ્રતિ કલાક છે. તેમ છતાં તે પૃથ્વીને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આ એસ્ટેરોઈડ દક્ષિણ દિશામાં આકાશમાં દેખાશે અને ખૂબ ચમકતો હશે. દરેક વ્યક્તિ તેને જોઈ શકશે. હવે વૈજ્ઞાનિકો 21 માર્ચની રાહ જોઈ રહ્યા છે.