દાઉદી વ્હોરા સમાજમાં હાલ પવિત્ર રજબમાસ ચાલી રહ્યો છે હજરત અલી સાહેબના આ પાક માસમાં રાજકોટ, જસદણ, વાંકાનેર, ગોંડલ, ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, અમરેલી, બાબરા ,જામખંભાળીયા, બરવાળા, રાજુલા સહિતના અનેકાએક ગામોમાં છેલ્લા 27 દિવસથી શેરે ખુદાનું વ્હોરા બિરાદરો સ્મરણ કરી રહ્યા છષ. અને એના નામ પર ન્યાઝ તકસીમ કરી રહ્યા છે. ત્યારે આજે પવિત્ર રજબ માસની 27મી તારીખ હોય ત્યારે સૌરાષ્ટ્રમાં દાઉદી વ્હોરા સમાજના હજારો એક વર્ષથી માંડી 15 વર્ષ સુધીનાં બાળકોએ હાલ ગરમીમાં એક દિવસ રોઝુ પાળેલ હતુ. ખાસ કરીને જસદણમાં ઝાહરા અને હુશેન મુસ્તનશીરભાઈ ધનકોટ, વાંકાનેરમાં બુરહાનુદીન અને અમતુલ્લાહ અબ્બાસભાઈ ભારમલ સહિતના સૌરાષ્ટ્રના ગામેગામના બાળકોએ સૂર્યોદયથી સૂયાર્ંસ્ત સુધી સળંગ 13 કલાક સુધી પાણીનું એક પણ ટીપુ પીધા વગર અને અન્નનો એક દાણો મોઢામાં નાંખ્યાવગર રોઝુ પાળી પોતાના ધર્મગૂરૂ અને પરિવારના આર્શીવાદ મેળવી પોતાની આસ્થા બરકરાર રાખી હતી. આ પવિત્ર રોઝાને લઈ ગામેગામમાં બાળકોની ખુશીમાં આમિલસાહેબ મુલ્લાં સાહેબ અને વ્હારા બિરાદરો સહભાગી બન્યા હતા.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ