બસપા ટેકો આપે તો પણ ભાજપ 9 બેઠકો સુધી પહોચે: ચીઠ્ઠી ખેંચી પ્રમુખ-ઉપપ્રમુખ નકકી થશે
જામજોધપુર તાલુકા પંચાયતમાં સતા પર કોણ આવશે જેમને લઈ અનેક રાજકીય ચર્ચા જાગી છે. કુલ 18 બેઠકમાંથી 9 બેઠક કોંગ્રેસ 7 ભાજપ અને 2 બેઠક પર બસપાએ જીતી છે. ત્યારે હાલ જો ભાજપને સતા નજીક પહોચવું હોય તો બસપાનો ટેકો લેવો ફરજીયાત છે. આમ ભાજપાને સતા મેળવવી હોય તો બસપા સાથે બેસવું પહે અને અંદર ખાને બસપા જે માગણી કરે તે સ્વીકારવી પડે અને જો બસપા અને ભાજપનું ગઠબંધન થાય તો રાજકવીય પંડીતોમા ચર્ચાતી વિગતો મુજબ ભાજપાને રિમોટ ક્ધટ્રોલની જેમ ચાલવું પહે હાલ ભાજપાની જામજોધપુર તાલુકામાં એકંદરે જનાધાર ઘટી ગયો છે. ભાજપની લોકપ્રિયતાનો પારો જામજોધપૂર પંથકમાં નીચો જતોજાય છે. ગત વખતે ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં ભાંગતોડ કરી સતા યેનકેન પ્રકારે હાંસલ કરેલ અને પ્રજાનો જનાધાર માન્ય ન રાખ્યો ત્યારે ફરી આ વખતે પણ ભાજપને પ્રજાએ દેખાડી દીધું છે.
કે તમારી સાથે નથી ત્યારે ભાજપ માટે આ વખતે ભાંગફોડ કરી સતા પર બેસવું અને બસપા સાથે જોડાણ કરવું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઘાતક સાબિત થશે. રાજકીય પંડીતોની દ્રષ્ટીએ ભાજપે લોકચુકાદો સ્વીકારી વિરોધ પક્ષે બેસી પ્રજાના વિકાસના કામોમાા સહભાગી બનવું જોઈએ