સમગ્ર પંથકમાં ફફડાટ: દિપડાને પકડી પાડવા પાંજરા મુકવાની કવાયત
જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ત્રણ વર્ષની બાળકી કિંજલબેન અરજણભાઇ સાંખટ નામના બાળકી પર દિપડાએ હુમલો કરતા બાળકીનું મૃત્યુ થયેલ છે. આ અંગેની જાણ વન વિભાયને થતા દિપડાને પુરવાની કવાયત શરુ કરવામાં આવેલ છે. આ બાળકીના મોતથી બાળકીના પરિવારજનો માં તેમજ સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપેલ છે.
આ અંગે રાજુલા તાલુકાના કડીયાળી ગામના માજી સરપંચ મહેશભાઇ દ્વારા એવું જણાવેલ છે કે કડીયાળી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં સવારે અને સાંજે દિપડો આટા ફેરા કરે છે. જો કયારેક ચાલુ સ્કુલે દિપડો સ્કુલમાં ધુસી જશે અને બાળકો ઉપર હુમલો કરશે તો આ અંગેની જવાબદારી કોની? મહેશભાઇ દ્વારા સ્કુલની દિવાલ ફરતે ઉંચી જાળી લગાવવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.
આ અંગે ખેડુતો દ્વારા એવું જણાવવામાં આવી રહેલ છે. રાજુલા જાફરાબાદના મોટાભાગના વિસ્તારોમાં રાત્રીના સમયે લાઇટ આપવામાં આવે છે. જેથી ખેડુતોને ખેતરોમાં પાણી છોડવા માટે રાત્રે જવું પડે છે. ત્યારે આ વિસ્તારમાં દિપડાઓ હુમલાઓ કરે છે તો આ અંગે પણ સરકાર નોંધ લ્યે અને દિવસે ખેડુતોને લાઇટ આપવામાં આવે.