શાળા માટે આવેલી ક્નટીજન્સી અને સ્વચ્છતા સંકુલ માટેની ગ્રાન્ટ અંગત ઉપયોગમાં વાપરી નાખી
ઉના તાલુકાના સીમર ગામની શાળાના આચાર્યએ પોતાના ફરજકાળ દરમિયાન શાળા માટે આવેલી ક્ધટીજન્સી અને સ્વચ્છતા સંકુલ માટેની ગ્રાન્ટ રૂા.27.35 લાખ અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કર્યા અંગેની ગિર ગઢડા તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ અનિલભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સીમર ગામની શાળાના આચાર્ય રાજેન્દ્રકુમાર રાજપુત તા.15-2-19 થી 26-12-20 સુધી આચાર્ય તરીકે ફરજ પર હતા તે દરમિયાન શાળા માટે ક્ધટીજન્સી અને સ્વચ્છતા સંકુલ અંગેની આવેલી રૂા.27.35 લાખની ગ્રાન્ટ અંગત ઉપયોગ કરી શાળામાં ગ્રાન્ટ ન વાપરી ઉચાપત કર્યાનું ધ્યાને આવતા આ અંગે સીમર શાળામાં તપાસ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી ત્યારે પણ ગ્રાન્ટનો શું ખર્ચ કર્યો તે અંગે આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. આથી જિલ્લા શિક્ષણાધિકારી એચ.કે.વાજાની સુચના મુજબ તાલુકા શિક્ષણાધિકારી જયેશભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા નવા બંદર મરીન પોલીસ મથકના પીએસઆઈ કે.વી.પરમાર સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.