પુથ્વીલોક કોરોના મૂકત થાય તેવી પ્રાર્થના સાથે દરેક વ્યક્તિને કોરોના વેકિસન લેવા અપીલ
મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હે તેમજ એકબાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રીજકી નારી ગોકુંલ મેં આ ગયે.. ભગવાન ભોળાનાથના આ ભજનને પોતાની આગવી કલાની લઢણથી લઢી ભકતોને ભાવવિભોર કરનાર. શિવભકત અને પ્રસિદ્ધ કલાકાર નિરંજન પંડયા અને તેના પત્નિએ રાજકોટ ખાતે કોરોનાની વેકસીન લીધી હતી.
જૂનાગઢ ખાતે ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેદી સંગમ રૂપ મહા શિવરાત્રી પર્વ હોય નિરંજનભાઇએ વેકસીન લીધા બાદ ભવનાથ ખાતે જઇ અને રાતભર ભગવાન શિવના ભજનો ગાઇ અને બીક કે ‘આહારી ભોલે કરમે ત્રિશુલ ધારી’ એવા શિવજીને સમગ્ર પુથ્વી લોક કોરોનાની આ મહામારી માંથી મૂકત થાય તેવી પ્રાર્થના કરી હતી. આજે અને આવતી કાલે પણ નિરંજનભાઇ ભવનાથમાં ભગવાન ભોળાનાથને ભજનો દ્વારા રીજવશે. પંડયા દંપતિએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે લોકોએ કોઇ પણ જાતનો ભય રાખ્યા વગર કોરોના વેકસીન લેવી જોઇએ. જેમ બીમારીમાં દવા અને દુવા બંન્ને જરૂરી છે તેમ આ કોરોનાની મહામારીમાં વકેસીન પણ જરૂરી છે.