રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેકસ માફ કરવા અંગે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા જણાવ્યું મા.મંત્રી દ્વારા ડાયમંડ સંશોધન અને મર્કન્ડાઇલ સીટી કંપની લી. માટે શેરી મુડીની ચિંતા કરીને અંદાજે 35 કરોડ રૂપિયાની પુરત માંગણી આ બાબતમાં પણ મુખ્યમંત્રી લઇને આવ્યા છે. ત્યારે હું એક સુચન કરું છું કે એક વિનંતી કરૂ છું અને માંગણી પણ કરું છું કે ડાયમંડ સાથે સંકળાયેલા લોકો આખા ગુજરાતમાં અંદાજીત રપ લાખ પરિવારો આ વ્યવસાય સાથે હિરાઘસવાનું કામ કરે છે. તો આવા લોકો ઉપર મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસાય વેરો જે લ્યે છે એટલે કે પ્રોફેશનલ ટેકસ લ્યે છે. એને આપણે માફ કરવો જોઇએ જેથી કરીને ગંભીરતાથી આ લોકો પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે રત્ન કલાકારો મોટાભાગે સુરતમાં વસવાટ કરે છે. સુરત આ રાજયનું આર્થિક પાટનગર છે. આર્થિક પાટનગરમાં વસતા આવા પરિવારો જે સવારથી સાંજ સુધી મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે. ડેરે દ્વારા એવી પણ રજુઆત ગૃહમાં કરી કે આ કામદારો ખરેખર મજુરની વ્યાખ્યામાં આવે છે. સરકાર દ્વારા મજુરની વ્યાખ્યામાં આવે છે તેમ છતાં પણ તેમને મજુરોની લાભો મળતા નથી. અને ઉલ્ટાના આ વ્યવસાય વેરા મારફતે આપણે તેમની પાસેથી જે પૈસા લઇ છીએ તે બાબતે ગંભીરતાથી વિચારવા જોઇએ અને આવા પરિવારનું આપણે જોવું જરુરી છે. અને આ વ્યસાય વેરામાં માફી આપવામાં આવે તો આવા પરિવારને ફાયદો થાય તેમ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!