ઉમિયા ક્રેડીટ કો.ઓ. સોસાયટીનું દર્દી નારાયણની સેવા માટે ઉમદા અનુદાન
સાંસદ મોહનભાઈ કુંડારીયા, દાતા-ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના હસ્તે અનાવરણ
મહાપાલિકામાં ચૂંટાયેલા પાટીદાર સમાજના કોર્પોરેટરોનું કરાયું સન્માન
યુનિવર્સીટી રોડ પર આવેલ બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે શ્રી ઉમિયા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના અનુદાનથી શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટર નું અનાવરણ સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠી મોલેશભાઇ ઉકાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ચૂંટાયેલા કડવા પાટીદાર કોર્પોરેટરોનું સન્માન કરાયુ હતું.
છેલ્લા 18 વર્ષથી રાજકોટમાં કડવા પાટીદાર સમાજના થાપણદારો તથા જરૂરીયાતમંદ લોકોને લોનના માધ્યમથી મદદરૂપ બનતી શ્રી ઉમિયા ક્રેડીટ સોસાયટી દ્વારા 50 ટકા એટલેકે રૂા. 15 લાખ તથા ઉમિયા ક્રેડીટ સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટર જેન્તીભાઇ ફળદુ, પ્રભુદાસભાઇ ડઢાણીયા, રમણીકભાઈ ઝાલાવાડીયા, ભીખાભાઈ ગોવાણી, મહેન્દ્રભાઇ ફળદુ, પરસોતમભાઈ ડઢાણીયા, મનસુખભાઈ ટીલવા, ડો. ભગવાનજીભાઈ ફળદુ, ભગવાનજીભાઈ કનેરીયા દ્વારા રૂા. 15 લાખ મળી કુલ રૂા. 30 લાખનું અનુદાન બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને આપવામાં આવ્યુ હતુ. જેના પરીણામે શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ ગત શનિવારે તા. 6 માર્ચના રોજ બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પાટીદાર સમાજના શ્રેષ્ઠી મલેશભાઇ ઉકાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, નંદલાલભાઇ માંડવીયા, મનસુખભાઇ પાણ, માજી મંત્રી ચિમનભાઇ શાપરીયા, પરસોતમભાઇ ફળદુ, રમણીકભાઈ ભાલોડીયા, ભુપતભાઇ ભાયાણી, સ્મિતભાઈ કનેરીયા બી.ટી.સવાણીના ચેરમેન જયંતિભાઇ ફળદુ, કલબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઇ ફળદુ સહીતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિતિ રહયા હતા.
બી.ટી. સવાણી હોસ્પિટલમાં શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટરના અનાવરણ વેળાએ છગનભાઇ પટેલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં વિજેતા બનેલા કડવા પાટીદાર સમાજના કોર્પોરેટરો પુષ્કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, બીપીનભાઇ બેરા, અસ્મિતાબેન દેલવાડીયા, ભારતીબેન પાડલીયા નું શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, નાથાભાઇ કાલરીયા, જીવનભાઇ ગોવાણી, વસંતભાઇ ભાલોડીયા, નંદલાલભાઇ માંડવીયા, શિવલાલભાઈ આદ્રોજા, રાજનભાઇ વડાલીયા, રાજુભાઇ કાલરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા સન્માન સમારોહમાં સન્માનનો પ્રત્યાતુર આપતા પુષ્કરભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ચુંટાયેલા પ્રતિનિધિ હર હમેંશ પ્રજાકીય અને સમાજલક્ષી કામોના ઉકેલ માટે તત્પર રહેવાની ખાતરી આપી સમાજના શ્રેષ્ઠીઓનો આભાર માન્યો હતો.
શ્રી ઉમિયા ડાયાલિસીસ સેન્ટરના અનાવરણ પ્રસંગે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જેન્તીભાઇ ફળદુએ જણાવ્યું હતુ કે કિડની પથરીના દર્દી માટે સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ આર્શીવાદરૂપ બની છે. ત્યારે દાતાઓના સહયોગથી હોસ્પિટલ ખાતે આધુનીક સવલતો ઉભી થઇ રહી છે.
આગામી દિવસોમાં હોસ્પિટલ દ્વારા જુનાગઢ અને મોરબી ખાતે પણ રાહતદરે ડાયાલિસીસ સેન્ટરો શરૂ થનાર છે. તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને ડો. દિવ્યેશ વિરોજા સહીતની તબીબી ટીમ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ સહીતની સુવિધાઓ અહી ઉપલ્બધ બની છે. જેના પરીણામે સૌરાષ્ટ્રભરના દર્દીઓને ઘરઆંગણે જ આધુનીક સારવાર રાહતદરે મળી રહી છે. આ કાર્યક્રમમાં વસંતભાઇ ભાલોડીયા તથા ડો. દિવ્યેશ વિરોજાએ પ્રસંગોચિત ઉદ્ધોધન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ તથા આભારવિધી ડો. ચેતન મિસ્ત્રીએ કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ડો. અમીશ મહેતા, ડો. મહિપાલા ખંડેલવાર, ડો. પ્રિતીશ શાહ સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો ગોતમભાઈ ધમસાણીયા, જે.ડી.કાલરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રવીણભાઇ ગરાળા, કાંતીભાઈ ધેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, પુનીતભાઈ ચોવટીયા, વિગેરે ઉપસ્થિત રહયા હતા. તેમ મીડીયા ઇન્ચાર્જ રજની ગોલે યાદીમાં જણાવ્યું છે.