કામિની ગર્ભસંસ્કાર કેન્દ્રનું અદભૂત આયોજન: કોઇપણ ફેકલ્ટીના ડોકટર ટ્રેનીંગ લઇ શકશે: ડો. પ્રતિક્ષા દેસાઇ સાથે તબીબી ટીમ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત
સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ આધુનિક અને આર્યુવેદિક શાસ્ત્ર મુજબનું ગર્ભસંસ્કાર કરાવતું એકમાત્ર સેન્ટર કામિની ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા રાજકોટમાં સૌ પ્રથમ વખત ડોકટરો માટે ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 1પ માર્ચથી 7 દિવસ સુધી દરરોજ સાંજે 3 થી 7 વાગ્યા દરમ્યાન કામિની ગર્ભસંસ્કાર કેન્દ્ર વેસ્ટ ગેટ, ફર્સ્ટ ફલોર, રૈયા સર્કલ પાસે, 150 ફુટ રીંગ રોડ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં રાજકોટના કોઇપણ ફેકલ્ટીના ડોકટરો જોડાઇ શકશે. આ વર્કશોપ દરમ્યાન પ્રેકટીલ, વિડિયો ડેમોસ્ટ્રેશન, ટ્રીટમેન્ટ વગેરે થકી સમજાવવામાં આવશે. આ વર્કશોપમાં જોડાવવા માટે (મો. નં. 75750 01065/66) પર સંપર્ક કરવાનો રહેશે.
ગર્ભસંસ્કારના ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો. પ્રતિજ્ઞા દેસાઇએ જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી એક એવો સમય છે કે તેમા માતા અને નવજાત ની ખાસ તકેદારી જરુરી હોઇ છે અને વર્તમાન સમયમાં પ્રેગ્નેનસીમાં ખામી યુકત લાઇફ સ્ટાઇલથી માતા અને બાળકના ઉપદ્રવોનુ પ્રમાણ વધતુ જાય છે. આ સમયે દંપતીને તેના કુટુંબીજનોને ગર્ભસસ્કારના માઘ્યમથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો આ સમયને ઉત્તમ બનાવી શકાય અને આ માટે આપણી પુરાણ પ્રસિઘ્ધ આયુર્વેિેક ગર્ભ સંસ્કાર ની પઘ્ધતિ રાજકોટમાં કાર્યરત થાય તેવી એક ઇચ્છા મનમાં કિલક થઇ અને આજે આ કામિની ગર્ભ સંસ્કાર કેન્દ્ર માત્ર રાજકોટ નહિ પણ દેશવિદેશમાં પ્રચલિત બન્યું છે.
ડો. પ્રતિક્ષા દેસાઇ (એમ.ડી.) વાત ને આગળ દોહરાવી કહ્યું હતું કે આ કામિની ગર્ભ સંસ્કાર સેન્ટરના સર્જન નો શ્રેય ડો. હિતેશ જાનીને આપુ છું. તેઓ જામનગરની ગુલાબકુંવરબા આયુવેદિક કોલેજ ના વષો સુધી પ્રિન્સીપાલ રહ્યા છે. અને હાલ તેઓ છેલ્લા બે દાયકાથી જામનગરમાં જ વેદ ગર્ભસંસ્કાર કેન્દ્ર ચલાવી રહ્યા છે તેઓનું માર્ગદર્શન રાજકોટના અમારા કામિની ગર્ભ સંસ્કાર ને મળ્યું છે.
ડો. પ્રતિક્ષા દેસાઇના જ શબ્દોમાં કહીએ તો ગર્ભસંસ્કાર એ જીનેટીકલ એનજીનીયરીંગ છે. આપણે કાર લેવી હોય તો પહેલા કાર ન બજેટ પછી કેવી કાર કંઇ કંપનીની શું ફેસેલિટી આ બધુ જ વિચારીએ પણ આપણા ઘરમાં એક જ પરિવારજન અવતરવાનું છે તેનો આપણે વિચાર કરતા નથી તેથી જ દંપતિ સહીત પરિવાર માટે પ્રેગ્નન્સી પહેલા કે પછી ગર્ભ સંસ્કારનું આયોજન ખુબ જ પ્રવર્તમાન સમયની આવશ્યકતા છે.