કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 60 ટકા વધારે આયર્ન: હૃદયરોગ અને કેન્સરના રોગ માટે ફાયદાકારક
ઉનાના વાજડી ગામના પ્રગતીશીલ ખેડૂતો પોતાની કુનેહથી કાળા ઘઉંની ખેતી કરી છે જે અનેક રોગમાં ફાયદાકારક છે. પંજાબના મોહાલીમાં નેશનલ એડ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ 8 વર્ષના રિસર્ચ બાદ ઘઉંની ત્રણ અલગ અલગ કલર કાલો, પર્પલ અને બ્લુ રંગની જાત વિકસાવી છે. તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માનવ વપરાશ માટે મંજૂરી આપ્યા બાદ ગુજરાતના અનેક ખેડૂતોએ 2020 ના વર્ષમાં વાવેતર કરેલું છે. તે વાવેતર નાના પાયે છે પણ સફળ છે. તે 15 દિવસ મોડા પાકતાં હોવાથી પાણી વધું જોઈએ છે. પંજાબ, હરિયાણા અને જાલંધરથી લઈને મધ્યપ્રદેશના વિદિશા સુધી 700 એકર વાવેતર 2020માં થયા છે. જેનો સારો પાક ઉતરેલો છે. ગુજરાત માં પણ આ વર્ષે કાળા ઘઉં નુ વાવેતર થયું હતું. સામાન્ય ઘઉંનું ઉત્પાદન 20થી25 ક્વિન્ટલ એક એકર દીઠ થાય છે જ્યારે કાળા ઘઊં 17-18 ક્વિન્ટલ થાય છે. ગીરસોમનાથ ઊના તાલુકાના જુની વાજડી ગામના ખેડૂત પરેશભાઈ નાગજીભાઈ ડાંગોદરા એ જણાવ્યું કે મેં ઈંડોર થી રૂ. 100 ના કિલોના ભાવે બિયારણ લાવીને મારા વપરાશ અને બિયારણ માટે કાળા ઘઉં બે વિઘો જમીન પર વાવેલા છે. સારી સ્થિતી છે. એક વિઘા (14 ગુઠા) માંથી 30 થી 40 મણ ઉતારો આપે એવી મારી ધારણા છે. 15 દિવસ મોડા પાકે છે અને એકથી બે પાણી વધારે જોઈએ છે. મેં પોતે આ ઘઊંની રોટલી બનાવીને વાવતાં પહેલાં ખાધી છે. સ્વાદ સારો છે. છોડ પર કોઈ રોગ આવેલો નથી. ઊગે ત્યારે કાળો છોડ હોય છે અને પાકે ત્યારે ડૂંડી સહિત દાણો કાળો હોય છે. કાળા ઘઉં એકદમ અન્ય ઘઉં જેવા છે, પણ મૂળમાં ઘઉં એકદમ કાળા છે અને તેની રોટલી ભૂરા રંગની બને છે. ફળ, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેવા પ્લાન્ટ પિગમેન્ટ કે રંગદ્રવ્ય કણોની માત્રા પર આધારિત હોય છે. કાળા ઘઉંમાં એન્થોસાએનિન નામના રંગદ્રવ્ય કણો છે. સામાન્ય ઘઉં એન્થોસાએનિનું પ્રમાણ પાંચ પીપીએમ હોય છે, પણ કાળા ઘઉંમાં તે 100થી 200 પીપીએમ આસપાસ છે. એન્થોસાએનિન ઉપરાંત કાળા ઘઉંમાં ઝિંક અને આયરનના પ્રમાણમાં ફેરફાર હોય છે. કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે. જેમાં જાંબુ અને બ્લૂ બેરીના ફળોનો સમાવેશ થાય છે ખનીજ તત્વો એંથોક્યાનિન એક ખૂબ સારું એન્ટિઓક્સિડેન્ટ છે. એંથોક્યાનિનની જરુરી માત્રા મળી શકે છે. વિટામિન ઇનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. બી વિટામીન છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 60 ટકા વધારે આયર્ન છે. કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં હોય છે., ફોલિક એસિડ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, તાંબુ, પોટેશિયમ, ફાઇબર અને એમિનો એસિડ છે. સામાન્ય ઘઉં કરતાં વધુ પોષક મોટાપો થાય ઓછો થાય છે. આ ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટી શકે છે. કાળી રોટલી ખાવાથી ભૂખ વધારે નથી. હૃદય રોગ અટકાવવા માટે ઉપયોગી, બ્લડ પ્રેશર થાય ઓછું રહે છે. કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને હૃદય સ્વસ્થ રહે છે. સારા કોલેસ્ટ્રોલ નું સ્તર વધવા લાગે છે. વાસ્તવમાં રોટલીની અંદર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે અને આ ફેટી એસિડ હૃદય માટે ફાયદાકારક હોય છે. ડાયાબિટીસ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. એસિડિટીથી મુક્તિ મળી શકે છે. ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને લાભદાયક છે. બાળકોમાં પણ કુપોષણની સમસ્યા દૂર થશે. ઘણી બીમારીથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થયા છે. કબજિયાત થાય દૂર કરવાની ક્ષમતા છે. પાચનતંત્ર માટે કાળા ઘઉંની રોટલી રોગ દૂર કરવા અને પાચન સાથે જોડાયેલા ઘણા રોગ દૂર થઈ શકે છે. પેટ સાફ રહે છે. પરેશભાઈ ડાંગોદરા આ કાળા ઘઉં એમના તાલુકાના અને ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને બિયારણ માટે પણ આપવાના છે. જે કોઈ ખેડૂત મીત્રો ને બિયારણ અથવા ઘર ઉપયોગ માટે કાળા ઘઉં ની જરૂરીયાત હોય તે મો 9978808932 પર પરેશભાઈ નો સંપર્ક કરી શકે છે.