પતિ અસક્ષમ હોય છેલ્લા રપ વર્ષથી મંજુલાબેને ઘર પરિવારની તમામ જવાબદારી પરિપૂર્ણ કરી રહ્યાં છે
ધોરાજીના જેતપુર રોડ પર સ્વાતિ ચોક નવા બસ સ્ટેશન પાસે યશ કોમ્પ્યુટર નામની એક પેઢી આવેલી છે જે પેઢીનું સંચાલન એક મહિલા ચલાવી રહી છે. હાલના ડિજિટલ યુગમા પુરૂષોની સાથે હવે મહિલાઓ પણ જાણે ખભે ખભો મિલાવવા ચાલતી હોઈ તેમ અહિયા પણ એક એક મહિલા જોવા મળી છે જેમનું નામ છે મંજુલાબેન પેથાણી કે જેઓ કોમ્પ્યુટર ડિઝાઇન અને સ્ક્રીન પ્રિન્ટિંગ તેમજ પ્રિન્ટિંગને લગતા તમામ પ્રકારના કામો પોતાની જાતે કરે છે અને આ જાત મહેનતથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આ મંજુલાબેન મહિને અંદાજે 15 થી 20 હજાર કમાઈ અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં તેઓ અંદાજિત છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યા છે તેવું પણ જણાઈ આવેલ છે. ધોરાજીના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ યશ કોમ્યુટર આ મહીલા ચલાવી રહ્યા છે અને છેલ્લા 25 વર્ષથી મંજુલાબેન પેથાણી જે કોમ્યુટર ડીઝાઈન તથા સ્ક્રીન પ્રિન્ટીંગને લગતી તમામ કામગીરી કરીને અને પરિવારમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદારી નિભાવે છે. આ મહિલાને સંતાનમાં એક પુત્ર છે જે હાલ અભ્યાસ કરે છે તો પુત્રી ઘર કામ કરે છે અને મંજુલાબેનનાં પતિ સુરેશભાઈ પોતે પોતાની રીતે સક્ષમ નથી જેથી છેલ્લા 25 વર્ષથી મંજુલાબેન પેથાણીએ ઘર પરિવારની બધી જ જવાબદારીઓ પોતાના સિરે લઈ લીધી હતી અને ઘર કામની સાથે પરીવારની જવાબદારી અને ધંધાની જવાબદારી પોતાના ખભે લીધેલ છે. આ મહિલા આખો મહીનો દિવસ-રાત મહેનત કરી પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને મહીને રૂપિયા 15 થી 20 હજાર કમાણી કરી રહયાં છે.
આજના આ આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે અને આધુનિક મશીનરીઓ પણ જોવા મળી રહી છે પરંતુ મંજુલાબેન પેથાણીની પરીસ્થિતી એવી નથીં કે તેઓ નવી ટેકનોલોજી અપનાવી શકે કારણ કે તેઓને મહીને જે કઈ પણ આવક થાય છે તેમાં માંડ-માંડ પરીવારનું ગુજરાન ચલાવી શકાય છે જેથી જુની પ્રિન્ટીંગ પદ્ધતિ અને કોમ્યુટર ચલાવી રહ્યા છે. ધોરાજીના મંજુલાબેન પેથાણી અન્ય મહીલાઓને પણ પ્રેરણા આપી રહ્યા છે અને આજના આ ઝડપી યુગમાં દરેક નારીએ પોતાનાં પગભર થવાની જરૂર છે અને જો નારી પગભર હશે તો તે પોતાને અને સાથે પોતાના પરિવારજનોને આર્થિક યોગદાન આપી શકશે અને દેશની વિકાસ રેખા બદલી શકવા માટે એક ઉત્તમ ઉદાહરણ બેસાડી શકે.
દેશનાં વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતમાં અંતર્ગત સૌ કોઈ લોકો આત્મનિર્ભર બને ત્યારે આ ભારત દેશની આત્મનિર્ભર બેનેલી નારીઓએ જે શરૂઆત કરી ચૂકેલ છે ત્યારે આ મહીલા દિન નિમિતે આવી આત્મનિર્ભર નારીઓ અને તેમની કામગીરીથી અન્યને પણ પ્રેરણા અને અન્ય મહિલાઓ પણ આવી જ રીતે આત્મનિર્ભર બની પરિવાર, સમાજ અને દેશને તારે તે સાથે આવી મહિલાઓને મહિલા દિવસ નિમિતે સો-સો સલામ છે.